IPL 2022: અમદાવાદની નવી ફ્રેન્ચાઇઝીનું નામ `ગુજરાત ટાઇટન્સ`, જાણો કોને બનાવ્યાં કેપ્ટન

09 February, 2022 05:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અમદાવાદે હાર્દિક પંડ્યા (Hardik Pandya)ને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો છે જ્યારે શુભમન ગિલ અને અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાનને પણ આ ટીમમાં જોડવામાં આવ્યો છે.

હાર્દિક પાંડ્યા

ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની અમદાવાદની નવી ફ્રેન્ચાઇઝીએ તેના નામની જાહેરાત કરી છે. IPLની 15મી આવૃત્તિમાં અમદાવાદની ફ્રેન્ચાઇઝી `ગુજરાત ટાઇટન્સ` (Gujarat Titans)ના નામથી મેદાનમાં ઉતરશે. બુધવારે સ્ટાર સ્પોર્ટ્સ પર તેની જાહેરાત કરવામાં આવી હતી.

અમદાવાદે હાર્દિક પંડ્યા (Hardik Pandya)ને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો છે જ્યારે શુભમન ગિલ અને અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર ​​રાશિદ ખાનને પણ આ ટીમમાં જોડવામાં આવ્યો છે. કોચિંગ સ્ટાફમાં આશિષ નેહરા અને ગેરી કર્સ્ટનનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદની ફ્રેન્ચાઇઝી CVC કેપિટલની માલિકીની છે.

અમદાવાદે 15-15 કરોડમાં રાશિદ અને હાર્દિકને પોતાની સાથે જોડ્યા છે. હાર્દિક પંડ્યા અગાઉ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ તરફથી રમી રહ્યો હતો જ્યારે રાશિદ ખાન આઈપીએલની 14મી સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો. શુભમન ગિલ ગયા વર્ષે કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતો.

આ વખતે 2 નવી ટીમોને IPLમાં રમવાની તક મળશે. અગાઉ લખનૌની ટીમે પોતાનું નામ લખનૌ સુપર જાયન્ટ્સ તરીકે રાખ્યું હતું.

ગુજરાત ટાઇટન્સ IPL ફ્રેન્ચાઇઝીએ 3 ખેલાડીઓ પર 38 કરોડનો ખર્ચ કર્યો છે. હવે તેની પાસે હરાજીમાં ખેલાડીઓને ખરીદવા માટે 52 કરોડ રૂપિયા હશે. આ સાથે, આ અમદાવાદ સ્થિત ફ્રેન્ચાઇઝી બેંગલુરુમાં 12 અને 13 ફેબ્રુઆરીએ થનારી હરાજીમાં ઓછામાં ઓછા 22 વધુ ખેલાડીઓ ખરીદી શકે છે. આમાં વધુમાં વધુ 7 વિદેશી ખેલાડીઓ ભાગ લઈ શકશે.

 

sports news hardik pandya ahmedabad ipl 2022