16 February, 2024 07:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૂર્યા શિવકુમાર
૬ માર્ચથી ૧૫ માર્ચ વચ્ચે આયોજિત ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ માટે અભિનેતા સૂર્યા શિવકુમારે પોતાની ટીમનો લોગો લૉન્ચ કર્યો છે. રૂટ મોબાઇલ લિમિટેડના પ્રમોટર રાજદીપકુમાર ગુપ્તા, સંદીપકુમાર ગુપ્તા અને અભિનેતા સૂર્યા શિવકુમાર ચેન્નઈ સિંઘમ્સના સહ-માલિક છે. ચેન્નઈ સિંઘમ્સના લોગોમાં ગર્જના કરતો સિંહ જોવા મળી રહ્યો છે. આ લોગો ચેન્નઈની મહાન શક્તિ અને બહાદુરીનું પ્રતિનિધિત્વ કરે છે. લોગોમાં દેખાતો પીળો રંગ ચેન્નઈનું વાઇબ્રેશન દર્શાવે છે. સ્ટૅન્ડઆઉટ લોગો સ્ટેડિયમ ક્રિકેટની ભવ્યતા સાથે શેરીઓની ભાવનાને એક કરવાના ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગના મિશનને સાર્થક કરે છે.
ચેન્નઈ સિંગલ્સના સહ-માલિક રાજદીપકુમાર ગુપ્તાએ જણાવ્યું કે ‘બિઝનેસમૅન હોવાની સાથે સંદીપ અને હું બન્ને રમત પ્રત્યે ખૂબ ઉત્સાહી છીએ. સુધીર નાઈક, ઝહીર ખાન, વસીમ જાફર જેવા પ્રતિભાશાળી ખેલાડી ત્યાંથી જ નીકળ્યા છે.
૬ માર્ચથી શરૂ થાય છે આ લીગ
ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ ૬ માર્ચથી ૧૫ માર્ચ દરમ્યાન મુંબઈમાં શરૂ થશે. ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ એ ભારતની પ્રથમ ટી૧૦ ટેનિસ બૉલ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. આ ટુર્નામેન્ટમાં હૈદરાબાદ, મુંબઈ, બૅન્ગલોર, ચેન્નઈ, કલકત્તા અને શ્રીનગરની ૬ ટીમ વચ્ચે કુલ ૧૯ મૅચ રમાશે.