અભિષેક અને લૈલા ફૈસલની એકસરખા બૅકગ્રાઉન્ડવાળી પોસ્ટથી ડેટિંગ કન્ફર્મ

10 April, 2026 02:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષે બન્ને વચ્ચે ડેટિંગ ચાલી રહ્યું હોવાના અહેવાલ આવ્યા હતા.

અભિષેક અને લૈલા ફૈસલ

ભારતીય ક્રિકેટર અભિષેક શર્માની નવી પોસ્ટથી તેની પર્સનલ લાઇફ વિશે ફરી ચર્ચા શરૂ થઈ છે. ફૅશન અને ક્રીએટર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી લૈલા ફૈસલે ન્યુ યર પાર્ટી બાદ બૅકગ્રાઉન્ડમાં પૂલ હોય એવો ફોટો શૅર કર્યો હતો. આવા જ બૅકગ્રાઉન્ડવાળો ફોટો હાલમાં અભિષેક શર્માએ શૅર કર્યો હોવાથી બન્ને વચ્ચેનું ડેટિંગ કન્ફર્મ થયું છે. ગયા વર્ષે બન્ને વચ્ચે ડેટિંગ ચાલી રહ્યું હોવાના અહેવાલ આવ્યા હતા.

abhishek sharma cricket news indian cricket team sports news sports