ભારતે સાઉથ આફ્રિકાને ચટાડી ધૂળ, 3-0થી કર્યું ક્લીન સ્વીપ

22 October, 2019 10:55 AM IST  |  રાંચી

ભારતે સાઉથ આફ્રિકાને ચટાડી ધૂળ, 3-0થી કર્યું ક્લીન સ્વીપ

ભારતીય ટીમની મોટી જીત

ભારતીય ટીમે રાંચી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાને એક ઈનિંગ અને 202 રનથી હરાવી દીધું છે. આ સાથે જ ભારતીય ટીમે ત્રણ મેચની આ સીરિઝ 3-0થી જીતીને મહેમાન દક્ષિણ આફ્રિકાના સૂપડા સાફ કરી નાખ્યા છે. ભારતે પહેલી વાર સાઉથ આફ્રિકાને ટેસ્ટ સીરિઝમાં ક્લીન સ્વીપ કર્યું છે.

રાંચી ટેસ્ટ મેચનો ચોથો દિવસ માત્ર 12 દિવસ પર ખતમ થયો. જેમાં બીજી ઑવર રમવા આવેલા ડેબ્યૂડેન્ટ ખેલાડી શાહબાઝ નદીમે ઑવરના છેલ્લા બે બૉલમાં બે વિકેટ લીધી અને ભારતે મેચ જીતી લીધી. સાઉથ આફ્રિકાને 9મો ઝટકો થ્યૂનસ ડિબ્રાયસના રૂપમાં લાગ્યો, જે 30 રન બનાવીને આઉટ થયા. તો છેલ્લી વિકેટ લુંગી નગિદીના રૂપમાં મળી તે ગોલ્ડન ડકનો શિકાર થયા.

આવી રીતે મળી ભારતને જીત
ભારતીય બોલરોની જબરદસ્ત બોલિંગ સામે આફ્રિકાના પ્લેયરો ટકી શક્યા નહોતા. પહેલી ઇનિંગમાં 162 રન પર ઑલઆઉટ થયા બાદ ફૉલોઑન રમવા ઊતરેલી આફ્રિકન ટીમે બીજી ઇનિંગમાં 132 રન કરવામાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી. કૅપ્ટન ફૅફ ડુ પ્લેસી પોતાની ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડવામાં ફરી એક વાર નિષ્ફળ રહ્યો હતો.

પહેલી ઇનિંગમાં માત્ર એક રન કરીને ઉમેશ યાદવનો શિકાર થનાર ડુપ્લેસી સેકન્ડ ઇનિંગમાં માત્ર ચાર રનના સ્કોર પર મોહમ્મદ શમીનો શિકાર બન્યો હતો. મહેમાન ટીમના ટૉપ છ બૅટ્સમેન સાથે મળીને 50 રનનો આંકડો પણ પારી કરી શક્યા નહોતા. જ્યોર્જ લિન્ડે અને ડેન પિડટે ટીમના સ્કોરમાં અનુક્રમે 27 અને 23 રનનું યોગદાન આપ્યું હતું.

આ પણ જુઓઃ Happy Birthday Amit Shah: જાણો દેશના ગૃહમંત્રીની રાજકીય સફરને..

બીજી ઇનિંગમાં મોહમ્મદ શમી ફરી એક વાર ઘાતક બોલર સાબિત થયો હતો અને ત્રણ વિકેટ લઈ ગયો હતો. ઉમેશ યાદવને બે, જ્યારે રવિચન્દ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાને એક-એક વિકેટ પ્રાપ્ત થઈ હતી. ત્રીજા દિવસની રમત સમાપ્ત થવાના સમયે મહેમાન ટીમ હજી પણ ભારતે આપેલા ટાર્ગેટ કરતાં ૨203 રન પાછળ હતું. અને આજની રમતમાં બે વિકેટ પડી જતા ભારતને મહત્વપૂર્ણ જીત મળી છે.

south africa cricket news