30 July, 2024 07:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યશસ્વી જાયસવાલ
યશસ્વી જાયસવાલે આ વર્ષે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. ટેસ્ટ ક્રિકેટ સિવાય તેણે વાઇટ બૉલ ક્રિકેટ-ફૉર્મેટમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. તેણે દિગ્ગજ બૅટર્સને પાછળ છોડીને એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. શ્રીલંકાની ટૂરમાં ગયેલા યશસ્વીએ આ વર્ષે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૧૦૦૦ રન પૂરા કર્યા છે. ૨૦૨૪માં આ સિદ્ધિ મેળવનાર તે પહેલો બૅટર બન્યો છે. જાયસવાલે આ વર્ષે બે ઇન્ટરનૅશનલ સદી ફટકારી છે. આ સિવાય તેના નામે પાંચ ફિફ્ટી પણ છે. ૨૧૪ રન તેનો બેસ્ટ સ્કોર રહ્યો છે.
T20 સિરીઝમાં ૨-૦થી અજેય લીડ, આજે ૩-૦?
વરસાદના વિઘ્નને કારણે ભારતીય ટીમને બીજી ઇનિંગ્સમાં ૧૬૨ રનને બદલે DLS મેથડથી ૮ ઓવરમાં ૭૮ રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતીય ટીમે ૬.૩ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૮૧ રન બનાવી બીજી T20 મૅચ જીતી લીધી હતી. ત્રણ મૅચની આ સિરીઝમાં ભારતીય ટીમે ૨-૦થી અજેય લીડ મેળવી લીધી છે. આજે બન્ને ટીમ વચ્ચે ત્રીજી અને અંતિમ T20 મૅચ રમાશે.