Stuart Binny : માત્ર 4 રન્સ આપીને 6 વિકેટ લેનાર ક્રિકેટરે લીધો સંન્યાસ

30 August, 2021 11:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Stuart Binny : ફક્ત ચાર રન્સ આપીને છ વિકેટ લેનાર ભારતીય ઑલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીએ ક્રિકેટના બધાં જ ફૉર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.

સ્ટુઅર્ટ બિન્ની

Stuart Binny : ફક્ત ચાર રન્સ આપીને છ વિકેટ લેનાર ભારતીય ઑલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીએ ક્રિકેટના બધાં જ ફૉર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.

ભારતીય ઑલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીએ ક્રિકેટના બધા ફૉર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. ભારત માટે છ ટેસ્ટ, 14 વન-ડે અને ત્રણ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમનારા બિન્ની ઘણાં સમયથી ભારતીય ટીમમાંથી બહાર હતા. તેમણે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ (T-20) 27 ઑગસ્ટ 2016ના રોજ વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ રમી હતી. બિન્નીએ એક નિવેદનમાં કહ્યું, "હું તમને જણાવવા માગું છું કે મેં પ્રથમ શ્રેણી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે."

બિન્નીના નામ આજે પણ ભારત માટે વન-ડેમાં બેસ્ટ બૉલિંગનો રેકૉર્ડ નોંધાયેલો છે. તેમણે બાંગ્લાદેશ વિરુદ્ધ વર્ષ 2014માં ઢાકાંમાં રમાયેલી વન-ડે મેચમાં ફક્ત 4 રન આપીને 6 વિકેટ લીધી હતી. બિન્નીના નામે ટેસ્ટ ક્રિકેટમાં 194 રન્સ અને ત્રણ વિકેટ નોંધાયેલી છે. તો, વન-ડે આંતરરાષ્ટ્રીયમાં તેમમે 230 રન અને 20 વિકેટ લીધી છે જ્યારે ત્રણ ટી-20માં બિન્નીના નામે  35 રન્સ અને એક વિકેટ નોંધાયેલી છે. તો, બિન્નીએ 95 પ્રથમ શ્રેણી મેચમાં 4796 રન્સ કર્યા છે. આ સિવાય 148 વિકેટ્સ પણ લીધી છે. તો 100 લિસ્ટમાં એ મેચમાં 1788 રન્સની સાથે 99 વિકેટ્સ પણ મેળવી છે.

cricket news sports news sports stuart binny