SAની T20 ટૂર માટે ભારતીય વિમેન્સ સ્ક્વૉડની જાહેરાત થઈ, અનુષ્કા શર્માને એન્ટ્રી

25 March, 2026 07:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનુષ્કા શર્મા વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં ગુજરાત જાયન્ટ્સ તરફથી ૭ મૅચમાં ૧૨૯.૧૯ના સ્ટ્રાઇક-રેટથી ૧૭૭ રન ફટકારી ચૂકી છે. તેને પહેલી વખત ભારતીય સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે. કાશ્વી ગૌતમ ભારત માટે ૬ વન-ડે અને ૧ ટેસ્ટ-મૅચ રમી ચૂકી છે. 

SAની T20 ટૂર માટે ભારતીય વિમેન્સ સ્ક્વૉડની જાહેરાત થઈ, અનુષ્કા શર્માને એન્ટ્રી

બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ સાઉથ આફ્રિકા સામેની આગામી પાંચ T20 મૅચની સિરીઝ માટે ગઈ કાલે ૧૫ સભ્યોની ભારતીય મહિલા સ્ક્વૉડ જાહેર કરી હતી. સાઉથ આફ્રિકામાં આ સિરીઝ આગામી ૧૭થી ૨૭ એપ્રિલ દરમ્યાન રમાશે. ભારતે હાલમાં ઑસ્ટ્રેલિયા સામે એના ઘરઆંગણે ૨-૧થી T20 સિરીઝ જીતી હતી. 

ઑસ્ટ્રેલિયામાં T20 સિરીઝમાં રમનાર ૧૬ સભ્યોની સ્ક્વૉડમાંથી વૈષ્ણવી શર્મા, સ્નેહ રાણા, જી. કમલિની અને અમનજોત કૌર વર્તમાન ટીમમાં સ્થાન મેળવી શકી નથી. વિકેટકીપર-બૅટર ઉમા છેત્રીએ ટીમમાં વાપસી કરી છે, જ્યારે મધ્ય પ્રદેશની બાવીસ વર્ષની ઑલરાઉન્ડર અનુષ્કા શર્મા અને ચંડીગઢની બાવીસ વર્ષની પેસ બોલર કાશ્વી ગૌતમ T20 ડેબ્યુની આશા રાખશે. 

અનુષ્કા શર્મા વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં ગુજરાત જાયન્ટ્સ તરફથી ૭ મૅચમાં ૧૨૯.૧૯ના સ્ટ્રાઇક-રેટથી ૧૭૭ રન ફટકારી ચૂકી છે. તેને પહેલી વખત ભારતીય સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે. કાશ્વી ગૌતમ ભારત માટે ૬ વન-ડે અને ૧ ટેસ્ટ-મૅચ રમી ચૂકી છે. 

ભારતની મહિલા T20 સ્ક્વૉડ : હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ માન્ધના (વાઇસ-કૅપ્ટન), શફાલી વર્મા, જેમિમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, ક્રાન્તિ ગૌડ, શ્રી ચારણી, શ્રેયંકા પાટીલ, કાશ્વી ગૌતમ, ભારતી ફુલમાલી, ઉમા છેત્રી, અનુષ્કા શર્મા.

womens premier league anushka sharma gujarat giants cricket news sports news sports south africa