જો ફાઇનલ ડ્રૉ થાય તો વિજેતા નક્કી કરવાની ફૉર્મ્યુલા શોધે આઇસીસી, ગાવસકરની સલાહ

23 June, 2021 08:21 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ મૅચમાં વરસાદ વિલન બન્યો છે

સુનીલ ગાવસકર

ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે ચાલી રહેલી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ મૅચમાં વરસાદ વિલન બન્યો છે. વરસાદને કારણે બે દિવસની રમત રદ થઈ હતી. તો બાકીના બે દિવસ દરમ્યાન પણ માત્ર ૧૪૦ ઓવરની રમત જ થઈ હતી. જો આ મૅચ ડ્રૉ થાય તો આઇસીસી બન્ને ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરશે. જોકે સુનીલ ગાવસકરે આઇસીસીના આ નિર્ણયને બકવાસ ગણાવ્યો છે. તેમણે આઇસીસીની ફાઇનલ મૅચ જો ડ્રૉ થાય તો એક વિજેતા નક્કી કરવા માટે એક ફૉર્મ્યુલા બનાવવાનું કહ્યું છે.

જોકે આઇસીસીએ પહેલાં જ ઘોષણા કરી હતી કે મૅચ ડ્રૉ થાય કે રદ થાય તો ટ્રોફી બન્ને ટીમ વચ્ચે શૅર કરવામાં આવશે. ગાવસકરે એક ટીવી-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે એવું લાગી રહ્યું છે કે ફાઇનલ મૅચ ડ્રૉ થશે. જો બન્ને ટીમ ખરાબ બૅટિંગનું પ્રદર્શન કરે તો ત્રણ ઇ​નિંગ્સ રમાઈ શકે છે. ફુટબૉલમાં વિજેતાની પસંદગી કરવા માટે પેનલ્ટી શૂટઆઉટ કે અન્ય વિકલ્પ છે એ જ પ્રમાણે ટેનિસમાં પાંચ સેટ કે ટાઇબ્રેકર હોય છે.

sports sports news cricket news sunil gavaskar