13 September, 2026 10:16 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
મૅચનો સમય સાંજે ૭ વાગ્યે
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આજે દિલ્હીમાં ત્રણ મૅચની T20 સિરીઝ શરૂ થઈ રહી છે. આ સિરીઝનું સત્તાવાર યજમાન અફઘાનિસ્તાન છે, પણ શ્રેયસ ઐયર પહેલી વાર ભારતની ધરતી પર T20 ટીમનું નેતૃત્વ કરશે. ભારતીય ટીમ શ્રેયસના નેતૃત્વ હેઠળ આયરલૅન્ડમાં T20 સિરીઝ ૨-૦થી અને ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચની T20 સિરીઝ ૪-૦થી હારી હતી. ત્યાર બાદ ઝિમ્બાબ્વે સામે ભારતે ૩-૦થી ક્લીન સ્વીપ કરી હતી. આજની મૅચ વખતે વરસાદ પડવાની સંભાવના છે. બીજી મૅચ મંગળવારે અને ત્રીજી ગુરુવારે દિલ્હીમાં જ રમાશે.