28 January, 2026 09:32 AM IST | Namibia | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ૧૦૯ રનની ઇનિંગ્સ દરમ્યાન વિહાન મલ્હોત્રા
અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપના સુપર સિક્સ રાઉન્ડની પહેલી મૅચમાં ભારતે ગઈ કાલે ઝિમ્બાબ્વેને સજ્જડ પરાજય આપ્યો હતો. ભારતે ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૩૫૨ રન કર્યા હતા જેમાં વિહાન મલ્હોત્રાની શાનદાર અણનમ સેન્ચુરીનો સમાવેશ હતો. વિહાને ૧૦૭ બૉલમાં ૧૦૯ રન કર્યા હતા. જવાબમાં ઝિમ્બાબ્વે ૩૭.૪ ઓવરમાં માત્ર ૧૪૮ રન કરીને ઑલઆઉટ થઈ ગયું હતું અને ભારતનો ૨૦૪ રનથી વિજય થયો હતો.