28 June, 2025 06:35 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પૃથ્વી શૉ અને જેઠાલાલ (તસવીર: મિડ-ડે)
ક્રિકેટ જગતમાં એક સમયે ક્રિકેટના ભગવાન ભારતીય ક્રિકેટર સચિન તેન્ડુલકર સાથે સરખામણી થનાર ભારતનો યુવા ક્રિકેટર છેલ્લા અનેક વર્ષોથી ખૂબ જ મુશ્કેલીમાં છે અને અવરોધોને લીધે ક્રિકેટથી એકદમ દૂર થઈ ગયો છે. પૃથ્વી શૉએ તાજેતરના વર્ષોમાં તેના કરિયરમાં આવેલી મુસીબતોને કારણે પોતાની સરખામણી પ્રખ્યાત હિન્દી કૉમેડી ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના લોકપ્રિય પાત્ર `જેઠાલાલ` સાથે રમુજી રીતે કરી છે. શૉએ કંઈ કર્યા વિના પણ વિવાદોમાં ફસાઈ જવાને કારણે પોતાને આ ઉપમા આપી હતી.
યુવાન જમણા હાથનો બૅટર ખાસ કરીને ખેલાડીઓના એક ઉચ્ચ વર્ગમાં જોડાયો હતો જેણે 2018 માં વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યૂમાં સદી ફટકારી હતી, જેમાં તેણે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં 154 બૉલમાં 134 રન બનાવ્યા હતા. જોકે, ઑસ્ટ્રેલિયામાં તેના સંઘર્ષને કારણે તેની કારકિર્દી ખાડે ગઈ હતી. આઈપીએલ ફ્રેન્ચાઇઝીઓની વાત કરીએ તો શૉ પણ તેની તરફેણમાં ગયો. 25 વર્ષીય આ ખેલાડીની ફિટનેસ અને શિસ્તનો અભાવ તેની અવગણના પાછળ દેખાઈ રહ્યો છે. વધુમાં, તેને આગામી સ્થાનિક સિઝન પહેલા મુંબઈ છોડવા માટે વિનંતી કરાયેલ NOC મંજૂર કરવામાં આવી છે.
તાજેતરમાં ઇન્ટરવ્યૂમાં વાત કરતા, તેણે કહ્યું: "કાફી સમય સે ઐસા કુછ નહી હુઆ હૈ, લેકિન એક બાત મૈ કહના ચાહુંગા કી મુઝે વિવાદ પકડ લેતે હૈ. મૈ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કા જેઠાલાલ હુ’." ( મોડેથી કોઈ વિવાદ થયો નથી પણ હું કહેવા માગુ છું કે વિવાદો મારો પીછો કરે છે. હું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો જેઠાલાલ છું.)
"મેં કેટલાક ખોટા મિત્રો બનાવ્યા" - પૃથ્વી શો
તે જ ઇન્ટરવ્યુમાં, શૉએ સ્વીકાર્યું કે તેણે તેના જીવનમાં ઘણા ખોટા વળાંક લીધા છે, જેના કારણે તેની કારકિર્દી પાટા પરથી ઉતરી ગઈ છે. જમણા હાથના આ બૅટર, જેણે ઇંગ્લૅન્ડમાં કેટલીક કાઉન્ટી ક્રિકેટ પણ રમી છે, તેણે વિગતવાર જણાવ્યું "ઘણી બધી બાબતો છે. લોકો માટે તે જોવાનું અલગ છે. કારણ કે હું જાણું છું કે શું થયું છે. હું તે સમજી શકું છું. મેં જીવનમાં ઘણા ખોટા નિર્ણયો લીધા છે. મેં ક્રિકેટને ઓછો સમય આપવાનું શરૂ કર્યું. હું ખૂબ પ્રૅક્ટિસ કરતો હતો. ઉદાહરણ તરીકે, હું નેટમાં 3-4 કલાક બૅટિંગ કરતો હતો. મને બૅટિંગનો ક્યારેય થાક લાગતો ન હતો. હું અડધો દિવસ મેદાનમાં જતો હતો. હું સ્વીકારું છું કે ત્યાં એક વિક્ષેપ હતો. તે પછી, મેં જે જરૂરી ન હતું તેને જરૂરી માનવાનું શરૂ કર્યું. મેં કેટલાક ખોટા મિત્રો બનાવ્યા."