12 September, 2026 02:46 PM IST | Dubai | Gujarati Mid-day Correspondent
નંબર વન T20 ઇન્ટરનૅશનલ બોલર શ્રી ચરણીએ ૫૦ T20 વિકેટ પૂરી કરી.
દુબઈમાં ગુરુવારે બંગલાદેશને પહેલી સેમી-ફાઇનલમાં ૪૦ રને હરાવીને ભારતે વિમેન્સ T20 એશિયા કપની ફાઇનલમાં સતત છઠ્ઠી વખત એન્ટ્રી કરી હતી. ભારતીય ટીમે એશિયા કપની શરૂઆતની વન-ડે ફૉર્મેટની તમામ ચાર ફાઇનલ મૅચમાં પણ સ્થાન મેળવ્યું હતું. ૧૩ સપ્ટેમ્બરે ભારતની ટક્કર બીજી સેમી-ફાઇનલની ટીમો શ્રીલંકા અથવા પાકિસ્તાનમાંથી કોઈ એક સાથે થશે.
સેમી-ફાઇનલ મૅચમાં ભારતે ઓપનર શફાલી વર્માએ ૪૦ બૉલમાં ૭ ફોર અને ત્રણ સિક્સની મદદથી કરેલા ૬૪ રનની મદદથી ૧૪૯-૬નો સ્કોર કર્યો હતો. જવાબમાં બંગલાદેશ ૨૦ ઓવરમાં
૧૦૯-૭નો સ્કોર કરીને હાર્યું હતું.
વિમેન્સ T20 એશિયા કપ મૅચમાં સૌથી વધુ સિક્સનો રેકૉર્ડ ભારત અને બંગલાદેશની મૅચમાં બન્યો હતો. ભારતીય ટીમે ૯ અને બંગલાદેશે બે સિક્સ ફટકારી હતી. પહેલી વખત વિમેન્સ T20 એશિયા કપ મૅચ ૧૦ કે તેથી વધુ સિક્સ જોવા મળ્યા હતા.
આ જ સીઝનમાં ભારત અને હૉન્ગકૉન્ગની મૅચમાં ૯ સિક્સ જોવા મળી હતી. આ તમામ સિક્સ ભારતીય ટીમે જ ફટકારી હતી. વિમેન્સ T20 એશિયા કપ મૅચમાં એક મૅચમાં સૌથી વધુ ૯ સિક્સ ફટકારવાનો રેકૉર્ડ પણ ભારતના નામે જ છે.
વિમેન્સ T20 એશિયા કપ 2026માં ભારતીય ટીમે સૌથી વધુ પચીસ સિક્સ ફટકારી છે. અન્ય કોઈ ટીમ ડબલ ડિજિટમાં સિક્સ ફટકારી શકી નથી.
35
એક કૅલેન્ડર યરમાં ભારત માટે સૌથી વધુ આટલી T20 વિકેટ લેવાને મામલે શ્રી ચરણીએ પૂનમ યાદવ (૨૦૧૮)ના રેકૉર્ડની બરાબરી કરી.