29 April, 2025 09:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શોએબ અખ્તર
પહલગામ આતંકવાદી હુમલાને પગલે રાષ્ટ્રીય સુરક્ષા તથા જાહેર વ્યવસ્થાનો હવાલો આપીને ભારત સરકારે પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર્સ શોએબ અખ્તર, રાશિદ લતીફ અને બાસિત અલીની યુટ્યુબ ચૅનલોને પણ ભારતમાં બ્લૉક કરી દીધી છે. ગૃહ મંત્રાલયની ભલામણોને અનુસરીને આ પગલું લેવામાં આવ્યું છે. તમે ભારતમાં આ ક્રિકેટ સ્પેશ્યલિસ્ટની યુટ્યુબ ચૅનલો સર્ચ કરશો તો તમને ‘રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા સંબંધિત સરકારી આદેશોને કારણે આ સામગ્રી હાલમાં આ દેશમાં ઉપલબ્ધ નથી’ એવી સૂચના વાંચવા મળશે.
૨૨૧ ઇન્ટરનૅશનલ મૅચનો અનુભવ ધરાવતો ફાસ્ટ બોલર શોએબ અખ્તર ૧૦૦ એમપીએચ ચૅનલ પર ૩.૮ મિલ્યન સબસ્ક્રાઇબર્સ ધરાવતો હતો. ૨૦૩ ઇન્ટરનૅશનલ મૅચનો અનુભવી વિકેટકીપર-બૅટર રાશિદ લતીફની કોટ બિહાઇન્ડ શો ચૅનલ ૪.૦૯ લાખ અને ૬૯ ઇન્ટરનૅશનલ મૅચના અનુભવવાળો ભૂતપૂર્વ મિડલ ઑર્ડર બૅટર બાસિત અલીની બાસિત અલી શો ચૅનલ ૧.૯૮ લાખ સબસ્ક્રાઇબર્સ ધરાવતો હતો.