જો રિષભ પંત વિકેટકીપીંગ કરી શકશે તો T20 વર્લ્ડ કપમાં રમશે

12 March, 2024 07:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૨ની ૩૦ ડિસેમ્બરે ભયંકર કાર-અકસ્માતમાં ઘાયલ થયા પછી રિષભ સ્પર્ધાત્મક ક્રિકેટ રમ્યો જ નથી.

ઋષભ પંત, જય શાહ

ભારતીય ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહે કહ્યું છે કે જો રિષભ પંત વિકેટકીપિંગ કરી શકતો હોય તો અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં રમાનારા આગામી T20 વર્લ્ડ કપ માટે તેનો વિચાર થઈ શકે છે.
૨૦૨૨ની ૩૦ ડિસેમ્બરે ભયંકર કાર-અકસ્માતમાં ઘાયલ થયા પછી રિષભ સ્પર્ધાત્મક ક્રિકેટ રમ્યો જ નથી. હવે જોકે તે ફિટ થઈ રહ્યો છે અને બાવીસમી માર્ચથી શરૂ થતી આઇપીએલમાં દિલ્હી કૅપિટલ્સ વતી રમે એવી શક્યતા છે. તે સારી બૅટિંગ કરી રહ્યો છે અને સારું કીપિંગ કરી રહ્યો છે એમ જણાવતાં જય શાહે કહ્યું હતું કે ‘અમે રિષભ પંતને જલદી જ ફિટ જાહેર કરવાના છીએ. જો તે આપણા માટે T20 વર્લ્ડ કપમાં રમી શકે તો એ ટીમ માટે મોટી વાત હશે. ટીમ માટે તે મોટી મૂડી સમાન છે. જો તે કીપિંગ કરી શકશે તો વર્લ્ડ કપમાં રમશે. જોઈએ તે આઇપીએલમાં કેવું રમે છે.’

sports news sports cricket news indian cricket team Rishabh Pant