27 August, 2024 11:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
UAEમાં શિફ્ટ થયેલા મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે વેન્યુ સાથેનું અપડેટેડ શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમ બે વૉર્મઅપ અને પહેલી ત્રણ ગ્રુપ સ્ટેજ મૅચ દુબઈમાં રમશે, જ્યારે ઑસ્ટ્રેલિયા સામેની અંતિમ મૅચ શારજાહમાં રમશે. ૧૭ ઑક્ટોબરે પહેલી સેમી ફાઇનલ મૅચ શારજાહમાં અને ૧૮ ઑક્ટોબરની બીજી સેમી ફાઇનલ તથા ૨૦ ઑક્ટોબરની ફાઇનલ મૅચ દુબઈમાં આયોજિત થશે.
વૉર્મઅપ મૅચ
૨૯ સપ્ટેમ્બર વેસ્ટ ઇન્ડીઝ
૧ ઑક્ટોબર સાઉથ આફ્રિકા
ગ્રુપ સ્ટેજ મૅચ
૪ ઑક્ટોબર ન્યુ ઝીલૅન્ડ
૬ ઑક્ટોબર પાકિસ્તાન
૯ ઑક્ટોબર શ્રીલંકા
૧૩ ઑક્ટોબર ઑસ્ટ્રેલિયા