વૈશ્વિક આઇકન ઍથ્લીટ યુસેન બોલ્ટ બન્યો T20 વર્લ્ડ કપ 2024નો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર

26 April, 2024 07:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોલ્ટે બીજિંગમાં ૨૦૦૮ની ઑલિમ્પિક્સ ગેમ્સમાં ઇતિહાસ રચ્યો હતો

યુસેન બોલ્ટ

વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકામાં ૧ જૂનથી ૨૯ જૂન સુધી રમાનારા આગામી T20 વર્લ્ડ કપ માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ જમૈકાના ઍથ્લીટ યુસેન બોલ્ટને બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે નિયુક્ત કર્યો છે. બોલ્ટે બીજિંગમાં ૨૦૦૮ની ઑલિમ્પિક્સ ગેમ્સમાં ઇતિહાસ રચ્યો હતો, જ્યાં તેણે વર્લ્ડ રેકૉર્ડ સમયમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪x૧૦૦ મીટરની રેસ જીતી હતી. બોલ્ટ હાલમાં આ ત્રણેય રેસમાં અનુક્રમે ૯.૫૮ સેકન્ડ, ૧૯.૧૯ સેકન્ડ અને ૩૬.૮૪ સેકન્ડના સમય સાથે વર્લ્ડ રેકૉર્ડ ધરાવે છે. વેસ્ટ ઇન્ડીઝને સપોર્ટ કરી રહેલા ૩૭ વર્ષના નિવૃત્ત દોડવીર યુસેન બોલ્ટે કહ્યું હતું કે ‘ક્રિકેટ કૅરિબિયનના જીવનનો એક ભાગ છે, રમત હંમેશાં મારા હૃદયમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. અમે T20 વર્લ્ડ કપમાં જે ઊર્જા લાવીશું એનાથી ક્રિકેટને ૨૦૨૮માં લૉસ ઍન્જલ્સ ઑલિમ્પિક્સમાં સામેલ કરવાની મોટી તક મળશે.’ 

sports news sports cricket news t20 world cup