જંગલમાં ખતરનાક જાનવરો વચ્ચે પહોંચી અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપની ટ્રોફી

16 January, 2026 03:44 PM IST  |  Namibia | Gujarati Mid-day Correspondent

મેન્સ અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપની ૧૬મી આવૃત્તિ ૧૫ જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી વચ્ચે રમાશે. ૧૬ ટીમો વચ્ચે ૪૧ મૅચ રમાશે. ભારત સૌથી વધુ પાંચ વખત આ ટાઇટલ જીત્યું છે, જ્યારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા ૪ વખત ચૅમ્પિયન બન્યું છે.

જંગલમાં ખતરનાક જાનવરો વચ્ચે પહોંચી અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપની ટ્રોફી

ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ પહેલાં ટ્રોફીના રસપ્રદ ફોટો શૅર કર્યા હતા. યજમાન ઝિમ્બાબ્વે અને નામિબિયાનાં ખતરનાક જંગલોમાં પણ અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપની ટ્રોફીની ટૂર થઈ હતી. જંગલોમાં પહોંચેલી વર્લ્ડ કપ ટ્રોફીના ફોટો સોશ્યલ મીડિયા પર છવાઈ ગયા હતા. 
મેન્સ અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપની ૧૬મી આવૃત્તિ ૧૫ જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી વચ્ચે રમાશે. ૧૬ ટીમો વચ્ચે ૪૧ મૅચ રમાશે. ભારત સૌથી વધુ પાંચ વખત આ ટાઇટલ જીત્યું છે, જ્યારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયા ૪ વખત ચૅમ્પિયન બન્યું છે.
 ICCના ચૅરમૅન જય શાહે આ પ્રસંગે લખ્યું હતું કે ‘આ વર્લ્ડ કપ માટે તમામ ટીમો અને ખેલાડીઓને શુભકામનાઓ. આપણી આ યુથ સ્પર્ધાઓ લાંબા સમયથી ક્રિકેટના કેટલાક મોટા સ્ટાર્સ માટે પ્રવેશદ્વાર રહી છે અને મને ખાતરી છે કે આ વખતે પણ એવું જ થશે.’

cricket news sports news sports international cricket council social media zimbabwe