11 October, 2025 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ ઍરપોર્ટ પર હાર્દિક પંડ્યાની નવી રિલેશનશિપ કન્ફર્મ થઈ ગઈ
શુક્રવારે સવારે મુંબઈ ઍરપોર્ટ પર ભારતના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાની નવી રિલેશનશિપ કન્ફર્મ થઈ છે. ૩૧ વર્ષનો હાર્દિક જૂની ગર્લફ્રેન્ડ અને સિંગર જાસ્મિન વાલિયા સાથે અલગ થયા બાદ મૉડલ માહિકા શર્માને ડેટ કરી રહ્યો છે એવા અહેવાલ સામે આવ્યા હતા. ગઈ કાલે પહેલી વખત ૨૪ વર્ષની માહિકા શર્મા સાથે જાહેરમાં જોવા મળતાં હાર્દિક પંડ્યાની નવી ગર્લફ્રેન્ડની પુષ્ટિ થઈ છે. તે બન્ને બ્લૅક ડ્રેસમાં ૪.૫૭ કરોડ રૂપિયાની પીળી લમ્બોર્ગિનીમાં ઍરપોર્ટ પહોંચ્યાં હતાં.