07 April, 2026 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વડોદરામાં હાર્દિક પંડ્યાની ફૅમિલી સાથે ભૂતપૂર્વ પત્ની નતાશાએ મુલાકાત કરી
ઍક્ટ્રેસ અને મૉડલ નતાશા સ્ટૅનકોવિચે હાલમાં વડોદરામાં ભારતીય ઑલરાઉન્ડર અને ભૂતપૂર્વ પતિ હાર્દિક પંડ્યાની ફૅમિલી સાથે મુલાકાત કરી હતી. તેણે હાર્દિક પંડ્યાની મમ્મી, દાદી, કઝિન ભાઈ-બહેન સહિત દીકરા અગસ્ત્ય સાથેનો ફોટો શૅર કરીને સોશ્યલ મીડિયા પર લખ્યું હતું, ‘બરોડા, કેમ છો?’ હાર્દિક અને નતાશાએ ૨૦૨૦માં લગ્ન કર્યાં હતાં અને જુલાઈ ૨૦૨૪માં છૂટાછેડા લીધા હતા. બન્ને હાલમાં દીકરાની જવાબદારી અને ખર્ચ સાથે મળીને ઉઠાવી રહ્યાં છે. હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે ઘણી વખત અગસ્ત્ય સ્ટેડિયમમાં મૅચ જોવા પણ આવે છે.