T20 ક્રિકેટમાં બૅક-ટુ-બૅક હિટ-વિકેટ થનાર પહેલો બૅટર બન્યો સાઈ સુદર્શન

31 May, 2026 07:58 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર સાઈ સુદર્શનની હિટ-વિકેટને લઈને રમૂજી વિડિયો ફરી રહ્યો છે. ક્રિકેટ ફૅન્સ બૅટ-હાથને ગુંદર કે ટેપથી ચોંટાડીને મેદાન પર ઊતરવાની સલાહ આપી રહ્યા છે.

રાજસ્થાન રૉયલ્સ સામેની મૅચમાં કંઈક આ અંદાજમાં હિટ-વિકેટ આઉટ થયો હતો સાઈ સુદર્શન.

IPL ઇતિહાસમાં સાઈ સુદર્શન રેકૉર્ડ ત્રીજી વખત હિટ-વિકેટ થયો છે. ગુજરાત ટાઇટન્સ તરફથી રમતાં સાઈ સુદર્શન ૨૦૨૨માં મુંબઈના કાયરન પોલાર્ડ, આ વખતે ક્વૉલિફાયર 1માં બૅન્ગલોરના જેકબ ડફી અને ક્વૉલિફાયર 2માં રાજસ્થાનના બ્રિજેશ શર્મા સામે હિટ-વિકેટ આઉટ થયો છે. IPLમાં અગાઉ ૧૭ ખેલાડીઓ એક-એક વખત હિટ-વિકેટ થઈ ચૂકયા છે. કોઈ ખેલાડી બે વખત આવી વિચિત્ર રીતે આઉટ થયો નથી. સાઈ સુદર્શનની જેમ કૅરિબિયન બૅટર આન્દ્રે રસેલ અને પાકિસ્તાનનો શોએબ મલિક પણ મેન્સ T20માં સૌથી વધુ ત્રણ વખત હિટ-વિકેટ થયા હતા. જોકે મેન્સ T20માં બૅક-ટુ-બૅક મૅચમાં હિટ-વિકેટ થનાર સાઈ સુદર્શન પહેલો ખેલાડી બન્યો છે. સોશ્યલ મીડિયા પર સાઈ સુદર્શનની હિટ-વિકેટને લઈને રમૂજી વિડિયો ફરી રહ્યો છે. ક્રિકેટ ફૅન્સ બૅટ-હાથને ગુંદર કે ટેપથી ચોંટાડીને મેદાન પર ઊતરવાની સલાહ આપી રહ્યા છે.

sai sudharsan IPL 2026 gujarat titans sports news sports cricket news