IPLમાં પહેલી વાર એક સીઝનમાં એક ટીમના ત્રણ પ્લેયર્સે ફટકાર્યા ૫૦૦ પ્લસ રન

09 May, 2025 08:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાત ટાઇટન્સની ટીમ એના ટૉપ ઑર્ડર બૅટર્સ સાઈ સુદર્શન, શુભમન ગિલ અને જૉસ બટલરના પ્રદર્શનને આધારે પૉઇન્ટ્સ-ટેબલમાં ટોચનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે. ત્રણેય બૅટર ઑરેન્જ કૅપની રેસમાં ટૉપ-ફાઇવમાં સામેલ છે.

સાઈ સુદર્શન, શુભમન ગિલ અને જૉસ બટલર

ગુજરાત ટાઇટન્સની ટીમ એના ટૉપ ઑર્ડર બૅટર્સ સાઈ સુદર્શન, શુભમન ગિલ અને જૉસ બટલરના પ્રદર્શનને આધારે પૉઇન્ટ્સ-ટેબલમાં ટોચનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે. ત્રણેય બૅટર ઑરેન્જ કૅપની રેસમાં ટૉપ-ફાઇવમાં સામેલ છે. ઓપનર સાઈ સુદર્શને ૫૦૯ રન, અન્ય ઓપનર અને કૅપ્ટન શુભમન ગિલે ૫૦૮ રન જ્યારે ત્રીજા ક્રમે બૅટિંગ કરતા વિકેટકીપર-બૅટર જૉસ બટલરે ૫૦૦ રન ફટકાર્યા છે.

૧૧ મૅચોમાં પાંચ-પાંચ ફિફ્ટી ફટકારનાર આ ત્રિપુટીએ એક IPL સીઝનમાં એકસાથે ૫૦૦ કે એથી વધુ રન કરીને ઇતિહાસ રચ્યો છે. આ ટુર્નામેન્ટમાં હમણાં સુધી ૧૪ વખત એક ટીમના બે બૅટર્સે એક સીઝનમાં ૫૦૦ કે એથી વધુ રન કર્યા છે, પણ પહેલી વાર એક ટીમના ત્રણેય બૅટર્સે આ કમાલ કરીને બતાવી છે. તેમના નામે પહેલી બે વિકેટ માટે એક સીઝનમાં હાઇએસ્ટ ૧૫ વખત ૫૦ પ્લસ રનની ભાગીદારી કરવાનો રેકૉર્ડ પણ છે. 

shubman gill sai sudharsan jos buttler gujarat titans IPL 2025 indian premier league cricket news sports news