સચિનની દાઢી કરતી બાર્બર ગર્લ્સનું બદલાયું જીવન

01 June, 2019 06:09 PM IST  |  | અતુલ પટૈરિયા

સચિનની દાઢી કરતી બાર્બર ગર્લ્સનું બદલાયું જીવન

સચિન તેંડુલકરની હજામત કરતી નેહા-જ્યોતિ

ભારતના એક નાનકડા ગામ બનવારી ટોલાની બે દીકરીઓ નેહા અને જ્યોતિએ નિયતિને પડકાર આપ્યો અને બધું જ મેળવી લીધું. પણ અસ્તિત્વની આ લડાઇમાં તેમને નહોતી ખબર કે તેમના કાર્યોની સમાજ પર દૂરગામી અને ઊંડી અસર થશે. મળો ભારતી બાર્બર શૉપ ગર્લ્સ અને તેમના બનવારી ટોલા ગામને, જ્યાં સમાજમાં વ્યાપેલા લિંગભેદની રૂઢીઓને તોડીને પોતાની પેઢીના પુરુષોને આપે છે પ્રેરણા - તેમની હજામત કરીને.

ઉપરોક્ત ઇન્ટ્રોડક્શનવાળો વીડિયો યૂટ્યૂબ પર ખૂબ જ છવાયેલો છે. 'શેવિંગસ્ટીરિયોટાઇપ' હૈશટેગથી આ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. યૂટ્યુબ પર મહિનામાં તો આ વીડિયોને એક કરોડ 64 લાખ જેટલા વ્યૂઝ મળી ચૂક્યા છે. હકીકતે, ગોરખપુર (ઉત્તર પ્રદેશ)ના બનવારી ટોલા ગામની નેહા અને જ્યોતિ નારાયણ નામની આ બે કિશોરીઓ જાન્યુઆરી, 2019માં ત્યારે ચર્ચામાં આવી.

ફરહાન અખ્તરની દાઢી બનાવતી નેહા

જણાવીએ કે નારી સશક્તીકરણ જાગરણ સમૂહના સાત સરોકારોમાં એક મુખ્ય વિષય છે, જેના પર કેન્દ્રિત આ સ્ટોરી - "જ્યોતિ બાર્બર- લડકા બન ચલાતી મર્દો કા સલૂન"ના પ્રકાશિત થયા બાદ અત્યાર સુધી, ન તો માત્ર આ કિશોરીઓની વિચારધારા બદલાઇ છે પણ તેની સાથે જ તેમનું જીવન પણ સંપૂર્ણપણે બદલાઇ ગયું છે, જો કે તેમની આસપાસ રૂઢીવાદી સમાજ પણ બદલાયેલો જોવા મળ્યો. બનવારી ટોલા જ નહીં, આસપાસના સેંકડો ગામડાઓમાં એક મોટો સામાજિક બદલાવને આજે સ્પષ્ટ જોઇ શકાય છે.

પાછી મેળવી પોતાની ઓળખ

બન્ને બહેનોએ કહ્યું કે હવે તે ખુલ્લા મને સામાન્ય છોકરીઓની જેમ જીવી શકે છે. તેમને ત્યારે છોકરાઓનો વેશ લેવો પડતો હતો, જેનાથી તેમને મુક્તિ મળી ગઇ છે. જ્યોતિના નાનાવાળ સુંદર બની ગયા છે. હવે તે સામાન્ય છોકરીઓની જેમ પોતાની પસંદના કપડાં પહેરે છે શણગાર કરે છે. નાની બહેન નેહા પણ પોતાના સહજ સ્વરૂપમાં આવી રહી છે. બન્ને બહેનોએ બીમારી સામે લડતા પિતાનો સહારો બની ગામડામાં શેવિંગ-કટિંગની વારસાગત દુકાનને પૂરા પાંચ વર્ષ સુધી છોકરાઓને વેશ ધારણ કરીને ચલાવી. પણ હવે જ્યારે લોકોને ખબર પડવા લાગી કે આ તો છોકરીઓ છે, તો બન્ને હિમ્મત હારવા લાગી અને આ દુકાન બંધ કરવા પર મજબૂર થઇ. એવામાં દૈનિક જાગરણે આ સ્ટોરી સમાજ સામે મૂકી અને આજે આ બહેનો નારી સશક્તીકરણની દૂત બની ગઇ છે.

હવે બને વેટિંગ લિસ્ટ

નેહાએ જણાવ્યું કે, અમારી દુકાન સુધી હવે દૂરદૂરથી લોકો આવી રહ્યા છે. સ્થિતિ એ છે વેટિંગ લિસ્ટ બનાવવી પડે છે. ગામડામાં લાકડાના ટૂકડાથી બનેલી દુકાને આજે આધુનિકતમ સલૂનનું સ્વરૂપ લઇ લીધું છે. જિલેટ સિવાય પ્રશાસને પણ સહયોગ કર્યો અને સિડબીએ પણ આર્થિક સહાયતા કરાવી. ભારત રત્ન સચિન તેંડુલકરની હજામત કરતી મોટી તસવીર 'નેહા-જ્યોતિ બાર્બર શૉપ'માં લગાડવામાં આવી છે. જે લોકોને આશ્ચર્યચકિત કરી દે છે.

એક ખબરની અસર

દૈનિક જાગરણમાં પ્રકાશન બાદ આ સ્ટોરી દેશવિદેશના સમાચાર પત્રો અને મીડિયામાં ચર્ચિત થવા લાગી. સાથે જ 26 એપ્રિલના યૂટ્યુબ પર આ શોર્ટ ફિલ્મ સામે આવી. પીએન્ડજીના મેલ ગ્રૂમિંગ બ્રાન્ડ જિલેટે નારી સશક્તીકરણના પોતાના ગ્લોબલ કેમ્પેન હેઠળ આ સામાજિક એડ્વટાઇઝમેન્ટ તૈયાર કરવામાં આવી. મહાન ક્રિકેટર 'ભારતરત્ન' સચિન તેંડુલકર, જે જિલેટના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે તે સિવાય ફિલ્મકાર ફરહાન અખ્તરે બન્ને બહેનોને પ્રોત્સાહન આપ્યું. તેમને પ્રોત્સાહિત કરાવવા માટે તેમની પાસેથી શેવિંગ પણ કરાવી.

આ પણ વાંચો : પાકિસ્તાન ક્રિકેટ ટીમે એ રેકોર્ડ બનાવ્યો જે કોઇપણ ટીમ તોડવા નહીં ઇચ્છે

સચિન તેંડુલકરે કહ્યું

નેહા અને જ્યોતિએ દૈનિક જાગરણનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે જાગરણની આ એક ખબર બાદ દુનિયા તેમની માટે સંપૂર્ણપણે બદલાઇ ગઇ છે. કહ્યું, આજે અમને અમારી ઓળખ છુપાવવાની જરૂર નથી અને સમાજમાં અમારો હક્ક ખૂબ જ સન્માનપૂર્વક લઇ શકીએ છીએ. સચિને અમને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું છે. અમને કહ્યું કે તમે દેશની અનેક દીકરીઓને પ્રેરણા આપવાનું કામ કર્યું છે. મારા પિતા મને કહેતા હતા કે તમને જે ગમતું હોય તે કરવા પર ધ્યાન આપવું જોઇએ અને જગત તરફ જોવાની જરૂર નથી, તમે બન્ને બહેનોએ પણ આ જ કર્યું છે. આ જ હિંમત સાથે જીવનમાં આગળ વધો.

sports news sports cricket news sachin tendulkar