પાકિસ્તાન ક્રિકેટ ટીમે એ રેકોર્ડ બનાવ્યો જે કોઇપણ ટીમ તોડવા નહીં ઇચ્છે

Published: Jun 01, 2019, 16:26 IST

આ પહેલા 2011ના વર્લ્ડ કપ દરમિયાન બાંગ્લાદેશ અને વેસ્ટઇંડિઝ વચ્ચે રમાયેલી મેચ 31.1 ઓવરમાં પૂરી થઇ ગઇ હતી.

પાકિસ્તાની ટીમે બનાવ્યો રેકૉર્ડ
પાકિસ્તાની ટીમે બનાવ્યો રેકૉર્ડ

વર્લ્ડકપની બીજી મેચ પાકિસ્તાન અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે નૉટિઘંમના મેદાનમાં રમાઇ. વેસ્ટ ઇંડિઝે ટૉસ જીત્યા બાદ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ માત્ર 105 રન્સ પર ઑલઆઉટ થઇ ગઇ. બીજી ઇનિંગમાં વેસ્ટ ઇન્ડિઝ બેટિંગ માટે આવી તો 13.4 ઓવર્સમાં મેચનું રિઝલ્ટ આવી ગયું. વેસ્ટઇન્ડિઝની ટીમે 3 વિકેટના લોસ સાથે 108 રન્સ બનાવી અને સાત વિકેટ્સથી મેચ જીતી લીધી.

વર્લ્ડ કપમાં પાકિસ્તાન માટે આ સૌથી ખરાબ પરાજયમાંનો એક હતો. મેચમાં 208 બોલ બાકી હતા, ત્યારે વેસ્ટઇન્ડિઝ મેચ જીતી ચૂકી હતી. એવું પહેલી વાર બન્યું છે જ્યારે પાકિસ્તાનને 200 બોલ બાકી હોવા છતાં પરાજયનો સામનો કરવો પડ્યો હોય. આ પહેલા ઑસ્ટ્રેલિયા ટીમને 1999ના વર્લ્ડકપ દરમિયાન 179 બોલ બાકી હોવા છતાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

વર્લ્ડ કપની આ મેચમાં પાકિસ્તાનના 6 બેટ્સમેન દશકનો આંકડો પણ પાર કરી શક્યા નહીં. જ્યારે 4 બેટ્સમેન માત્ર 25 રન્સની અંદર જ પવેલિયન પાછાં ફર્યા. સરવાળે આ મેચ પાકિસ્તાન માટે ફજેતીકારક નીવડ્યો. આમ તો આ મેચમાં કશું જ ખાસ નથી થયું જે તમને જણાવીએ પણ એક બાબત છે જે તમારે જાણવી જરૂરી છે. હકીકતે આ મેચ થકી પાકિસ્તાને પરાજયનો નવો રેકોર્ડ બનાવ્યો છે.

વનડે મેચ પ્રમાણે પાકિસ્તાનની આ સતત 11મી હાર છે. 30 જાન્યુઆરીથી લઇને 31 મે સુધી રમાયેલી મેચમાં પાકિસ્તાનની ટીમ એકપણ મેચ જીતી શકી નથી. આ તેમનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું. કારણકે આ પહેલા પાકિસ્તાની ટીમ સતત 10 મેચ હારી ચૂકી હતી. અને આ રેકોર્ડ પણ તેમણે જાતે જ તોડી નાખ્યો. 30 ઑક્ટોબર 1987થી લઇને 30 માર્ચ 1988માં પાકિસ્તાની ટીમ 10 ઇન્ટરનેશનલ વનડે મેચ રમી હતી અને તે બધી મેચમાં પાકિસ્તાની ટીમનો પરાજય થયો હતો.

આ પણ વાંચો : ICC World Cup 2019:બ્રેંડન મૈકુલમે વર્લ્ડ કપની બધી મેચની કરી ભવિષ્યવાણી

જો કે વેસ્ટઇંડિઝ સામે રમાયેલી મેચમાં વધુ એક રેકોર્ડ બનતાં બનતાં રહી ગયો . આ મેચ 35.3 ઓવરમાં પૂરી થઇ ગઇ. જો આ મેચ 31 ઓવરમાં જ પૂરી થઇ ગઇ હોત તો વર્લ્ડ કપમાં સૌથી જલ્દી પૂરી થઇ જનારી મેચનો રેકોર્ડ પણ બની ગયો હોત. કારણકે આ પહેલા 2011ના વર્લ્ડ કપ દરમિયાન બાંગ્લાદેશ અને વેસ્ટઇંડિઝ વચ્ચે રમાયેલી મેચ 31.1 ઓવરમાં પૂરી થઇ ગઇ હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK