ગૌતમ ગંભીરે મોટી દીકરીની ૧૧મી વર્ષગાંઠની ઉજવણી કરી ફૅમિલી સાથે

06 May, 2025 01:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે હાલમાં એક પ્રાઇવેટ ઇવેન્ટમાં પોતાની ફૅમિલીના નજીકના સભ્યો સાથે મોટી દીકરી આઝીનની ૧૧મી વર્ષગાંઠની ઉજવણી કરી

ગૌતમ ગંભીરે મોટી દીકરીની ૧૧મી વર્ષગાંઠની ઉજવણી કરી ફૅમિલી સાથે

ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે હાલમાં એક પ્રાઇવેટ ઇવેન્ટમાં પોતાની ફૅમિલીના નજીકના સભ્યો સાથે મોટી દીકરી આઝીનની ૧૧મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. તેની પત્ની નતાશા અને નાની દીકરી અનાઇઝા સાથે તેમની ક્યુટ ફૅમિલીનો ફોટો સોશ્યલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

ઈ-સ્પોર્ટ્સને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં પહેલી વાર મળી એન્ટ્રી

બિહારમાં શરૂ થયેલા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ (KIYG)માં પહેલી વાર ઈ-સ્પોર્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં પ્લેયર્સને ચેસ, ઈ-ફુટબૉલ, સ્ટ્રીટ ફાઇટર-સિક્સ અને બેટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઇન્ડિયામાં ભાગ લેવાની તક મળશે. ઈ-સ્પોર્ટ્સને પ્રદર્શન રમત એટલે કે મેડલ વગરની રમત તરીકે સામેલ કરવામાં આવી છે. આ પગલું ઈ-સ્પોર્ટ્સને મુખ્ય પ્રવાહની રમત તરીકે સ્થાપિત કરવામાં મદદ કરશે. આગામી ૨૦૨૬ એશિયન ગેમ્સની ઈ-સ્પોર્ટ્સ રમત અને ૨૦૨૭માં પ્રથમ ઑલિમ્પિક્સ ઈ-સ્પોર્ટ્સ ગેમ્સ માટે પણ પ્રશંસનીય નિર્ણય છે.

શ્રી સમસ્ત કચ્છી સતવારા સમાજ દ્વારા શનિવાર અને રવિવારે સતવારા પ્રીમિયર લીગનું આયોજન

શ્રી સમસ્ત કચ્છી સતવારા સમાજ (મુંબઈ) દ્વારા જ્ઞાતિજનો માટે સૌપ્રથમ વાર ઓવર આર્મ ટેનિસ બૉલ ક્રિકેટ-ટુર્નામેન્ટ ‘સતવારા પ્રીમિયર લીગ‍‍‍’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. શનિવાર-રવિવાર ૧૦ અને ૧૧ મેએ ટ્રૉમ્બેમાં આવેલા ચેલેશ્વર ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાનારી પાંચ-પાંચ ઓવરની આ ટુર્નામેન્ટની પ્રથમ સીઝનમાં કુલ ૧૬૦ યુવા જ્ઞાતિજનો ૧૨ ટીમ બનાવી આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. સતવારા સુપર સ્ટ્રાઇકર્સ, નીલકમલ ઇલેવન, ભાવેશ્વર રાઇઝિંગ સ્ટાર્સ, ગ્લૅડિયેટર્સ ઇલેવન, ચામુંડા ઇલેવન, PD’S સુપર કિંગ્સ, ઑલ સ્ટાર્સ, ભાવેશ્વર સુપર કિંગ્સ, પરમેશ્વર પ્લેયર્સ, B ફ્યુચર-ઇલેવન, શિવશક્તિ ઇલેવન અને સાઈ સબૂરી ઇલેવન આ ૧૨ ટીમોને ત્રણ-ત્રણ ટીમનાં ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ટીમ બે-બે લીગ મૅચ રમશે.

gautam gambhir happy birthday cricket news sports news sports social media