સાંસદ ગૌતમ ગંભીરે DDCAના નિર્દેશકના પદ પરથી આપ્યું રાજીનામું

17 October, 2019 02:25 PM IST  |  નવી દિલ્હી | અભિષેક ત્રિપાઠી

સાંસદ ગૌતમ ગંભીરે DDCAના નિર્દેશકના પદ પરથી આપ્યું રાજીનામું

ગૌતમ ગંભીર

ભારતીય ટીમની પૂર્વ ઓપનિંગ બેટ્સમેન અને હાલના ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે નિરાશ થઈને દિલ્હી જિલ્લા અને રાજ્ય ક્રિકેટ સંઘના નિર્દેશકના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેઓ સરકારની તરફથ ડીડીસીએમાં નામિત નિર્દેશક હતા પરંતુ તેમણે હવે રાજીનામું આપી દીધું છે.

ગૌતમ ગંભીરના નજીકના વ્યક્તિએ કહ્યું કે ભારતીય ક્રિકેટર દિલ્હીના ખિલાડીઓ માટે વિચારતો હતો અને ઘણું કરવા માંગતો હતો પરંતુ ડીડીસીએમાં કેટલાક એવા કેટલાક નિર્ણય લીધા જેનાથી તેમનું મન ખરાબ થઈ ગયું. એટલું જ નહીં તેમણે ખેલાડીઓના સારા માટે અનેક ભલામણો કરી જેમાંથી મોટાભાગની ભલામણોને નજર અંદાજ કરવામાં આવી. સાથે સાંસદ બન્યા બાદ તેમની જવાબદારી પણ વધી ગઈ છે તો તેમણે વિચાર્યું કે જ્યારે ડીડીસીએમાં તેમનું મનનું નથી થઈ રહ્યું તો ત્યાંથી હટી જવું સારું રહેશે.

DDCAની ચૂંટણી જીત્યા બાદ સચિવ વિનોદ તિહારાએ કહ્યું હતું કે રાજ્ય સંઘમાં ક્રિકેટ સાથે જોડાયેલા મુદ્દાઓ પર નિર્ણય ગૌતમ ગંભીર કરશે. DDCAના કાયદા અનુસાર અહીં સરકારન તરફથી 3 નિર્દેશક નિયુક્ત કરે છે જેમાં એક દિલ્હીથી પૂર્વ કેપ્ટન ગંભીર હતા.

ભારતની વિશ્વ કપ ટીમના સભ્ય ગંભીરના નજીકના કહ્યું કે તમે જુઓ જેવું સૌરવ ગાંગુલીએનું બીસીસીઆઈનું અધ્યક્ષ બનવાનું નક્કી કર્યું તેમણે કહ્યું કારણ કે એક ક્રિકેટરને જાણ હોય છે કે પગલા કઈ બાજુ લેવાના છે. ગંભીર પણ દિલ્હીના ક્રિકેટરો માટે આવું જ કરવા માંગતા હતા.

તેઓ ઈચ્છતા હતા કે પ્રથમ શ્રેણી ક્રિકેટરોને સારી મેડિકલ સુવિધા મળે કારણ કે રાષ્ટ્રીય ટીમમાં પહોંચ્યા બાદ તો સૌને સારી સુવિધાઓ મળી જાય છે. પરંતુ રાજ્ય સ્તર પર જ્યારે તેમને જરૂર હોય છે ત્યારે કાંઈ સારું નથી મળી શકતું. ગંભીર અને વીરેન્દ્ર સહેવાગ જ્યારે દિલ્હી માટે ક્રિકેટ રમતા હતા ત્યારે તેમના જમવામાંથી કાંકરા અને પિન પણ નીકળી હતી. ગંભીર આવા સ્તરથી દિલ્હીના ક્રિકેટરોને કાઢવા માંગતા હતા.

ગંભીરે ડીડીસીએને કહ્યું કે તમે ખેલાડીઓને ફાઈવ સ્ટાર હોટેલમાં ઉતારો આપો છો તો તેમનું દૈનિક ભથ્થું પણ વધારો. જ્યારે દિલ્હીની ટીમના ખેલાડી ફાઈવ સ્ટારમાં રોકાય છે ત્યારે સવારનો નાસ્તો કોમ્પ્લીમેન્ટ્રી હોય છે પરંતુ બપોર અને રાતનું જમવાનું તેમણે પોતાના ભથ્થામાંથી જ કરવાનું હોય છે. આવી રીતે ઘણા ખર્ચ થાય છે.

આ પણ જુઓઃ સ્મિતા પાટીલના જન્મદિવસે જુઓ તેમની રૅર તસવીરો

ગંભીરને લાગ્યું કે જ્યારે તેમની DDCAને જરૂર જ નથી તો પોતાનું પુરું ધ્યાન સાંસદ તરીકે પોતાના સંસદીય ક્ષેત્ર પર લગાવે. આ જ કારણથી તેમણે કેન્દ્રીય ખેલ મંત્રી કિરણ રિજિજૂને પોતાનું રાજીનામું થોડા દિવસ પહેલા સોંપ્યું હતું.

gautam gambhir sports news