પાકિસ્તાનની ભૂતપૂર્વ કૅપ્ટન નિદા ડારે પ્રોફેશનલ ક્રિકેટમાં વાપસીની જાહેરાત કરી

20 June, 2026 08:20 PM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનની ભૂતપૂર્વ કૅપ્ટન નિદા ડારે ક્રિકેટમાંથી અનિશ્ચિત સમય માટે વિરામ લીધાના એક વર્ષ કરતાં વધુ સમય પછી પ્રોફેશનલ ક્રિકેટમાં વાપસીની જાહેરાત કરી છે.૩૯ વર્ષની નિદા ડારે એપ્રિલ ૨૦૨૫માં ખરાબ માનસિક સ્વાસ્થ્યના કારણોસર ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો.

પાકિસ્તાનની ભૂતપૂર્વ કૅપ્ટન નિદા ડારે પ્રોફેશનલ ક્રિકેટમાં વાપસીની જાહેરાત કરી

પાકિસ્તાનની ભૂતપૂર્વ કૅપ્ટન નિદા ડારે ક્રિકેટમાંથી અનિશ્ચિત સમય માટે વિરામ લીધાના એક વર્ષ કરતાં વધુ સમય પછી પ્રોફેશનલ ક્રિકેટમાં વાપસીની જાહેરાત કરી છે.૩૯ વર્ષની નિદા ડારે એપ્રિલ ૨૦૨૫માં ખરાબ માનસિક સ્વાસ્થ્યના કારણોસર ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. 

હાલમાં નિદા ડારે સોશ્યલ મીડિયા પ્લેટફૉર્મ X પર લખ્યું કે ‘મારી જાત પર ધ્યાન કેન્દ્રિત કરવા અને મારી શક્તિ પાછી મેળવવા માટે સમય કાઢ્યા પછી મને ખુશી છે કે હું પાછી આવી ગઈ છું અને ફરી એક વાર પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે ઉપલબ્ધ છું. ટીમને જ્યારે પણ મારી જરૂર હોય ત્યારે મારું શ્રેષ્ઠ આપવા, સખત મહેનત કરવા અને યોગદાન આપવા માટે તૈયાર છું. આ સફર દરમિયાન મને ટેકો આપનારા દરેકનો આભાર.’

નિદા ડાર પાકિસ્તાન માટે ૧૧૨ વન-ડે મૅચ અને ૧૬૦ T20 મૅચ રમી છે. તે પાકિસ્તાન માટે વર્ષ ૨૦૨૪ના T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન માટે છેલ્લી વખત રમી હતી. સ્પિનર તરીકે તેણે પાકિસ્તાન માટે T20માં સૌથી વધુ ૧૪૪ વિકેટ લીધી છે. વન-ડે ફૉર્મેટમાં તે પાકિસ્તાન માટે ૧૦૮ વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર ત્રીજા નંબરની બોલર છે. 

sports news sports cricket news pakistan mental health