08 May, 2026 04:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિખર ધવને ગુરુગ્રામમાં સોફી શાઇન સાથે મૅરેજ રજિસ્ટર કરાવ્યાં
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર શિખર ધવને હાલમાં ગુરુગ્રામમાં ઑફિશ્યલી લગ્ન રજિસ્ટર કરાવ્યાં હતાં. ધવને તેની બીજી પત્ની સોફી શાઇન સાથે મૅરેજ રજિસ્ટ્રાર ઑફિસમાં સામાન્ય વ્યક્તિની જેમ જ લાઇનમાં ઊભા રહ્યા બાદ મૅરેજ રજિસ્ટર કરાવ્યાં હતાં.
આ કપલે પરિવારના સભ્યો અને એક પંડિતની હાજરીમાં લગ્નના કાગળો પર હસ્તાક્ષર કર્યા હતા. ભારતના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવને ૨૧ ફેબ્રુઆરીએ એક ખાનગી સમારોહમાં સોફી સાથે ધામધૂમથી લગ્ન કર્યાં હતાં.