મલિકમાં ઘણો સુધારો થયો છે : વસીમ જાફર

09 January, 2023 01:09 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આઇપીએલ ૨૦૨૨ દરમ્યાન ઉમરાન મલિકે પોતાની સ્પીડથી તમામને પ્રભાવિત કર્યા હતા

વસીમ જાફર, ઉમરાન મલિક

ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર વસીમ જાફરે ઉમરાન મલિકનાં વખાણ કરતાં કહ્યું કે તેનામાં ઘણો સુધારો થયો છે. યુવા ફાસ્ટ બોલરે વિકેટ લેવાની ક્ષમતા કેળવી લીધી છે. આઇપીએલ ૨૦૨૨ દરમ્યાન ઉમરાન મલિકે પોતાની સ્પીડથી તમામને પ્રભાવિત કર્યા હતા. ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરનાર મલિક શ્રીલંકા સામેની ત્રણ ટી૨૦ મૅચમાં ૭ વિકેટ લઈને સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે. જાફરે કહ્યું કે ‘મેં તેને આઇપીએલમાં જોયો ત્યારે એવું લાગ્યું કે આ ફૉર્મેટમાં તે ઘણો મોંઘો રહેશે, કારણ કે તેની પાસે વિ​વિધતા નથી અને સ્લો બૉલ નથી. જ્યારે તમે કલાકના ૧૪૫થી ૧૫૦ કિલોમીટરની ઝડપે બોલિંગ કરો તો બૅટર આ ઝડપનો ફાયદો ઉઠાવે છે. જોકે તેની લાઇન અને લેંગ્થમાં ઘણો સુધારો થયો છે. તે ખર્ચાળ રહ્યો છે, પરંતુ મહત્ત્વની વિકેટ લીધી છે.’ 

sports news sports wasim jaffer indian cricket team cricket news t20 international