ક્રિકેટ બોર્ડ પોતાના ખેલાડીઓને આઇપીએલમાં જતા રોકે : બોર્ડર

22 November, 2020 12:47 PM IST  |  Melbourne | Agency

ક્રિકેટ બોર્ડ પોતાના ખેલાડીઓને આઇપીએલમાં જતા રોકે : બોર્ડર

એલન બોર્ડર

ભારતની સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ અને ક્રિકેટજગતમાં પણ સૌથી વધારે પ્રચલિત આઇપીએલ સામે ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન એલન બોર્ડરે ચોંકાવનારું નિવેદન કર્યું છે.

બીસીસીઆઇની આ ટુર્નામેન્ટ પૈસા છાપવાનું મશીન સિવાય બીજું કાંઈ નથી એવું એલન બોર્ડરનું કહેવું છે. બોર્ડરે કહ્યું કે ‘આઇપીએલ અને એના જેવી લીગ ટુર્નામેન્ટની જગ્યાએ વર્લ્ડ ટી૨૦ ક્રિકેટને મહત્વ મળવું જોઈએ અને દુનિયાનાં તમામ ક્રિકેટ બોર્ડે આઇપીએલમાં પોતાના ખેલાડીઓને મોકલવા માટે મંજૂરી આપવી જોઈએ નહીં.’

બોર્ડરે કહ્યું કે ‘જે પણ થઈ રહ્યું છે એનાથી હું ખુશ નથી. આઇપીએલ એક લોકલ લીગ છે અને એની સરખામણીએ વર્લ્ડ ટી૨૦ને વધારે મહત્ત્વ આપવાની જરૂર છે. આ બન્ને એકસાથે ચાલી શકે નહીં. દરેક બોર્ડે પણ પોતાના ખેલાડી આઇપીએલમાં ન રમે એનું ધ્યાન રાખવું જોઈએ.

બોર્ડરે આગામી દિવસોમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થવા જઈ રહેલી સિરીઝને લઈને કહ્યું હતું કે કોહલી જેવા ખેલાડીઓની આક્રમકતા તેમ જ ભારત, ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ જેવી ટીમોની રમતને કારણે ટેસ્ટ ક્રિકેટ હજી જીવે છે અને એને આઇપીએલ જેવી લીગને કારણે ખતરો પેદા થયો નથી.

બોર્ડરે મજાકિયા સૂરમાં કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે કોહલીનું આવનારું બાળક ઑસ્ટ્રેલિયામાં જન્મે, જેથી અમે તેને ઑસ્ટ્રેલિયન ગણાવી શકીએ. ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં કોહલીની કમી ભારતને અસર કરશે.

cricket news sports news australia india melbourne