14 September, 2022 12:11 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દિનેશ કાર્તિક
આવતા મહિને ઑસ્ટ્રેલિયામાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપ માટે સોમવારે જાહેર થયેલી ટીમમાં પોતાનું નામ હોવાનું જણાતાં જ વિકેટકીપર અને ભારતની વર્તમાન ટીમના બેસ્ટ મૅચ-ફિનિશર દિનેશ કાર્તિકે બેહદ આનંદ વ્યક્ત કર્યો હતો.
આઇ.એ.એન.એસ.ના અહેવાલ મુજબ કાર્તિકે આનંદ વ્યક્ત કરતાં કહ્યું, ‘સપનું સાચું પડતું હોય છે એનો મેં અનુભવ કર્યો છે.’
૨૦૨૨ની આઇપીએલમાં ઘણી ધમાકેદાર અને મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમવા બદલ તેની ગણના બૅન્ગલોરની ટીમના જ નહીં, આઇપીએલની સમગ્ર સીઝનના બેસ્ટ મૅચ-ફિનિશર તરીકે થઈ હતી. રિષભ પંત ઉપરાંત તેને પણ ટી૨૦ વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરાયો છે. કાર્તિકે સોશ્યલ મીડિયા પર હૃદયસ્પર્શી સંદેશ શૅર કર્યો છે જેમાં તેણે પોતે ઘણા સમયથી સેવેલું સપનું આખરે સાકાર થવા જઈ રહ્યું છે.
કાર્તિકે આઇપીએલ વખતે જ કહ્યું હતું કે તે ફરી ભારત વતી જ નહીં, વર્લ્ડ કપમાં રમવા માગે છે અને દેશને ટ્રોફી જિતાડવા મક્કમ છે. ઘણાં વર્ષોથી ભારત આઇસીસી ટ્રોફી નથી જીત્યું, પરંતુ હું હવે એ ટ્રોફી જિતાડવામાં ટીમ ઇન્ડિયાને મદદરૂપ થવા માગું છું.’
મોહમ્મદ શમી ભારતનો બહુ મહત્ત્વનો મૅચ-બોલર છે. ઑસ્ટ્રેલિયામાં તે ઘણો ઉપયોગી થઈ શક્યો હોત. તેને શા માટે ૧૫ પ્લેયર્સની મુખ્ય ટીમમાં નહીં અને સ્ટૅન્ડ-બાયમાં જ રાખ્યો એ જ મને નથી સમજાતું. તે એવો બોલર છે જે તમને પહેલી ત્રણ ઓવરમાં જ વિકેટ અપાવી શકે છે. : મદનલાલ