હનુમાનભક્ત દીપ્તિ શર્માએ વર્લ્ડ કપ માટે મહાકાલનો આભાર માન્યો

10 November, 2025 02:27 PM IST  |  Ujjain | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ કપ દરમ્યાન પણ ભારતીય વિમેન્સ ટીમે મહાકાલ મંદિરમાં હાજરી આપી હતી

દીપ્તિ શર્મા મહાકાલને શરણે

ભારતના વર્લ્ડ કપ-વિજયમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અને પ્લેયર ઑફ ધ સિરીઝનો અવૉર્ડ જીતનાર વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ચૅમ્પિયન દીપ્તિ શર્માએ તેના પરિવાર સાથે મહાકાલ મંદિરમાં ગઈ કાલે સવારની આરતીમાં હાજરી આપી હતી. વર્લ્ડ કપ દરમ્યાન પણ ભારતીય વિમેન્સ ટીમે મહાકાલ મંદિરમાં હાજરી આપી હતી.

તેણે ઉજ્જૈનના આ પ્રસિદ્ધ મંદિરમાં દર્શન કર્યા બાદ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ‘જ્યારે વર્લ્ડ કપ શરૂ થયો ત્યારે મેં ભગવાન મહાકાલને પ્રાર્થના કરી હતી કે અમારું સ્વપ્ન સાકાર થાય. હવે જ્યારે અમે કપ જીતી લીધો છે ત્યારે હું તેમનો ફરીથી આભાર માનવા આવી છું. અમારો આગામી ટાર્ગેટ T20 વર્લ્ડ કપ છે અને અમે અમારી સફળતાને પુનરાવર્તિત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.’ દીપ્તિને હનુમાનજીમાં અતૂટ શ્રદ્ધા હોવાથી તેણે હાથમાં તેમનું ટૅટૂ પણ પડાવ્યું છે.

deepti sharma ujjain cricket news sports sports news