06 May, 2025 07:10 AM IST | London | Gujarati Mid-day Correspondent
ટૉમ બૅલી
ઇંગ્લૅન્ડમાં કાઉન્ટી ચૅમ્પિયનશિપ મૅચમાં એક દુર્લભ દૃશ્ય જોવા મળ્યું હતું. લૅન્કશરનો ૩૪ વર્ષનો ફાસ્ટ બોલર ટૉમ બૅલી ગ્લોસ્ટરશર સામેની પહેલી ઇનિંગ્સમાં સ્કોરને વધારવાના પ્રયાસમાં બૅટિંગ કરવા ઊતર્યો હતો. તે બે રન દોડવાના ચક્કરમાં જ્યારે નૉન-સ્ટ્રાઇકર એન્ડ પર ટર્ન લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેના ખિસ્સામાંથી મોબાઇલ સરકીને પિચ પર પડ્યો હતો. વાઇરલ વિડિયો પરથી સ્પષ્ટ ફોન લઈને મેદાન પર આવી ગયો છે આ વાતથી તે પોતે પણ અજાણ હતો. આ વિચિત્ર ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો છે.