16 May, 2026 04:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખલીલ અહમદ, કુલદીપ યાદવ
ચેન્નઈ સુપર કિંગ્સે એક મહિના બાદ પોતાના ઇન્જર્ડ ફાસ્ટ બોલરના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે. ૧૬ એપ્રિલે ફાસ્ટ બોલર ખલીલ અહમદ ઇન્જરીને કારણે ટુર્નામેન્ટમાંથી આઉટ થયો હતો. ૪.૮ કરોડ રૂપિયાની કિંમત સાથે રમીને તેણે પાંચ મૅચમાં બે વિકેટ લીધી હતી.
ખલીલ અહમદના સ્થાને દિલ્હીના મીડિયમ ફાસ્ટ બોલર કુલદીપ યાદવને ૩૦ લાખ રૂપિયામાં ચેન્નઈ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રાજસ્થાન રૉયલ્સ માટે ૨૦૨૧ની એકમાત્ર ડેબ્યુ મૅચમાં વિકેટલેસ રહ્યા બાદ તેણે ૨૦૨૩માં આ ટીમ માટે બે મૅચમાં એક-એક વિકેટ લીધી હતી.