26 May, 2026 12:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
IPLમાં સૌથી વધુ ટ્રોફી જીતનાર ટીમો ચેન્નઈ સુપર કિંગ્સ (પાંચ), મુંબઈ ઇન્ડિયન્સ (પાંચ), કોલકાતા નાઇટ રાઇડર્સ (ત્રણ) સૌથી વધુ પ્લેઑફ મૅચ જીતી છે. ચેન્નઈને ૨૬ મૅચમાંથી ૧૭ જીત અને ૯ હાર મળી છે. મુંબઈને બાવીસ મૅચમાંથી ૧૪ જીત અને ૮ હાર મળી છે. કલકત્તાને ૧૫ મૅચમાંથી ૧૦ જીત અને પાંચ હાર મળી છે.
આ લિસ્ટમાં ચોથાથી સાતમા ક્રમે અનુક્રમે બૅન્ગલોર, હૈદરાબાદ, રાજસ્થાન અને ગુજરાત જેવી વર્તમાન સીઝનની ટૉપ-ફૉર ટીમો સામેલ છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુને ૧૭ મૅચમાંથી ૭ જીત અને ૧૦ હાર મળી છે. સનરાઇઝર્સ હૈદરાબાદને ૧૪ મૅચમાંથી ૬ જીત અને ૮ હાર મળી છે. રાજસ્થાન રૉયલ્સને ૧૧ મૅચમાથી પાંચ જીત અને ૬ હાર મળી છે. ગુજરાત ટાઇટન્સને ૬ મૅચમાંથી ૩ જીત અને ૩ હાર મળી છે.