ન્યુસ શોર્ટમાં : ચૅમ્પિયન્સ ટ્રોફીને લીધે ૨૦૨૫માં PSL અને IPL વચ્ચે ક્લૅશ અને વધુ સમાચાર

06 May, 2024 07:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ સિટી FC બીજી વાર બની ઇન્ડિયન સુપર લીગ ચૅમ્પિયન , રાજસ્થાન અને કલકત્તાના પ્લેઑફમાં પહોંચવાના ચાન્સ ૯૯ ટકા

પ્રતીકાત્મક તસવીર

જેમ આપણા દેશમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) છે એ જ રીતે પાકિસ્તાન સુપર લીગ (PSL) પણ પાડોશી દેશ પાકિસ્તાનમાં રમાય છે. PSLમાં વિદેશી ખેલાડીઓ પણ ઉત્સાહપૂર્વક ભાગ લે છે, પરંતુ ૨૦૨૫માં આ વિદેશી ખેલાડીઓની મુશ્કેલી વધવાની છે, કારણ કે આવતા વર્ષે બે મોટી ક્રિકેટ લીગ એકબીજા સાથે ટકરાવા જઈ રહી છે. ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ પાકિસ્તાનમાં ફેબ્રુઆરીના મધ્યમાં શરૂ થશે જેને કારણે પાકિસ્તાન બોર્ડે ૭ એપ્રિલથી ૨૦ મે ૨૦૨૫ વચ્ચે PSLની નવી સીઝનનું આયોજન કર્યું છે. જણાવી દઈએ કે IPL પણ એપ્રિલમાં શરૂ થશે. એવામાં જોવાનું એ રહેશે કે વિદેશી ખેલાડીઓ કઈ લીગને મહત્ત્વ આપશે. 

રાજસ્થાન અને કલકત્તાના પ્લેઑફમાં પહોંચવાના ચાન્સ ૯૯ ટકા, હૈદરાબાદના ૭૬ અને લખનઉના ૬૬ ટકા ચાન્સ

ઇન્ડિયન્સ પ્રીમિયર લીગ (IPL) 2024માં હમણાં સુધી ૫૦ જેટલી મૅચ રમાઈ ચૂકી છે. ૧૯ મે સુધી તમામ જીત પ્લેઑફમાં પહોંચવા માટે એડીચોટીનું જોર લગાવતી જોવા મળશે. એવામાં ચાલો જાણીએ કે ૨૧ મેથી શરૂ થતા પ્લેઑફમાં પહોંચવા માટે કઈ ટીમના કેટલા ચાન્સ છે?

ટીમ

ટકાવારી

રાજસ્થાન રૉયલ્સ

૯૯ ટકા

કોલકાતા નાઇટ રાઇડર્સ

૯૯  ટકા

સનરાઇઝર્સ હૈદરાબાદ

૭૬ ટકા

લખનઉ સુપર જાયન્ટ્સ

૬૬ ટકા

ચેન્નઈ સુપર કિંગ્સ

૫૦ ટકા

દિલ્હી કૅપિટલ્સ

૬ ટકા

પંજાબ સુપર કિંગ્સ

૫ ટકા

ગુજરાત ટાઇટન્સ

૨ ટકા

રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ

૧ ટકા

મુંબઈ ઇન્ડિયન્સ

૦ ટકા

 

મુંબઈ સિટી FC બીજી વાર બની ઇન્ડિયન સુપર લીગ ચૅમ્પિયન

ATK મોહન બાગાન સામે ફાઇનલમાં ૩-૧થી જીત મેળવીઃ ૩૦૦ ISL ગોલ ફટકારનાર બીજી ટીમ બની મુંબઈ સિટી

કલકત્તાના સૉલ્ટ લેક સ્ટેડિયમમાં ઇન્ડિયન સુપર લીગ (ISL) સીઝન ૨૦૨૩-૨૪ની ફાઇનલ મૅચમાં ATK મોહન બાગાન સામે મુંબઈ સિટી FCએ ૩-૧થી જીત મેળવી હતી. ૨૦૨૦-’૨૧ બાદ સહમાલિક રણબીર કપૂરની ફુટબૉલ ક્લબ મુંબઈ સિટી ૬૨,૦૦૭ દર્શકોની હાજરીમાં બીજી વાર ચૅમ્પિયન બની હતી. ભારતના યુવાનો વચ્ચે ફુટબૉલને જીવંત રાખવા મદદરૂપ થનાર ISLની આ ૧૦મી સીઝન હતી. જેસન કમિંગ્સે ૪૪મી મિનિટે ગોલ કરીને મોહન બાગાનને પ્રથમ હાફમાં લીડ અપાવી હતી, પણ બીજા હાફમાં જોર્જ ડિયાઝ (૫૩  મિનિટ), બિપિન સિંહ (૮૧ મિનિટ) અને જેકબ વોજટસ (૯૦ +૭  મિનિટ)એ ગોલ કરીને મુંબઈને બીજી વાર ચૅમ્પિયન બનવામાં યોગદાન આપ્યું હતું. મુંબઈ સિટી સેમી ફાઇનલમાં FC ગોવા અને મોહન બાગાન ઓડિશા FCને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી. 

sports sports news cricket news IPL 2024 all india football federation national football league rajasthan royals kolkata knight riders