બિહારમાં DSP તરીકે નિયુક્ત થયા ફાસ્ટ બોલર્સ મુકેશ કુમાર અને આકાશ દીપ

25 July, 2026 01:43 PM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

બિહાર સરકારે ભારતીય ફાસ્ટ બોલર્સ મુકેશ કુમાર અને આકાશ દીપને DSP એટલે કે ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ તરીકે નિયુક્ત કર્યા છે. બિહારના મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ ગઈ કાલે આ બે સ્ટાર ખેલાડીઓને નિમણૂકપત્રો સોંપ્યા હતા.

બિહારમાં DSP તરીકે નિયુક્ત થયા ફાસ્ટ બોલર્સ મુકેશ કુમાર અને આકાશ દીપ

બિહાર સરકારે ભારતીય ફાસ્ટ બોલર્સ મુકેશ કુમાર અને આકાશ દીપને DSP એટલે કે ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ તરીકે નિયુક્ત કર્યા છે. બિહારના મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ ગઈ કાલે આ બે સ્ટાર ખેલાડીઓને નિમણૂકપત્રો સોંપ્યા હતા.
નૅશનલ અને ઇન્ટરનૅશનલ સ્તરે શાનદાર પ્રદર્શન કરવા બદલ ‘મેડલ લાઓ, નૌકરી પાઓ’ યોજના અંતર્ગત બન્નેને આ નોકરી મળી છે. આકાશ દીપ અને મુકેશ કુમાર ઉપરાંત રાજ્ય સરકારે આ પહેલ હેઠળ વિવિધ રમતોના ૧૮૦ ખેલાડીઓને વિવિધ સરકારી સેવાઓમાં નિયુક્ત કર્યા છે.

cricket news bihar mukesh kumar akash deep sports news sports