ક.વી.ઓ. સમાજના નવનીત કપમાં બિદડાની ટીમનું સતત બીજું ટાઇટલ

27 December, 2023 12:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હિમાંશુ ગાલાને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો, નિશિત ગોગરીને પ્લેયર ઑફ ધ ફાઇનલનો, રજિત ગાલાને બેસ્ટ બૅટરનો, કુંજ દેઢિયાને બેસ્ટ બોલરનો અને દીપેશ છેડાને બેસ્ટ ફીલ્ડરનો અવૉર્ડ મળ્યો હતો

બિદડા ટીમ

શ્રી ક.વી.ઓ. સેવા સમાજ આયોજિત નવનીત કપ ટી૨૦ ટુર્નામેન્ટની શનિવારે વિદ્યાવિહારના ફાતિમા ગ્રાઉન્ડ પર રમાયેલી ફાઇનલમાં બિદડા ટીમે કટ્ટર હરીફ ભુજપર સામે વિજય મેળવીને સતત બીજા વર્ષે અને એકંદરે ત્રીજી વાર ટાઇટલ જીતી લીધું હતું. એલીટ ડિવિઝનના આ નિર્ણાયક મુકાબલામાં બિદડાએ પહેલાં બૅટિંગ લઈને ૭ વિકેટે ૧૫૪ રન બનાવ્યા હતા, જેમાં નિશિત ગોગરી (૮૭ રન, ૬૨ બૉલ, ચાર સિક‍્સર, નવ ફોર)નું મોટું યોગદાન હતું. ભુજપરની ટીમ ભાવિન ગાલાના ૩૮ રન છતાં ૯ વિકેટે ફક‍્ત ૧૨૨ રન બનાવી શકતાં બિદડાની ૩૨ રનથી જીત થઈ હતી. મૃગેશ છેડાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. હિમાંશુ ગાલાને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટનો, નિશિત ગોગરીને પ્લેયર ઑફ ધ ફાઇનલનો, રજિત ગાલાને બેસ્ટ બૅટરનો, કુંજ દેઢિયાને બેસ્ટ બોલરનો અને દીપેશ છેડાને બેસ્ટ ફીલ્ડરનો અવૉર્ડ મળ્યો હતો. પ્લેટ ડિવિઝનની ફાઇનલમાં ડોણ ટીમને હરાવીને વડાલાની ટીમ વિજેતા થઈ હતી.

cricket news sports sports news