✕

ટીમ ઇન્ડિયાના દરવાજા હજી સુધી બંધ નથી થયા

09 October, 2026 02:44 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ચીફ સિલેક્ટર અજિત આગરકરની વિદાય પછી અશ્વિને મોહમ્મદ શમી માટે આશા વ્યક્ત કરી...

રવિચન્દ્રન અશ્વિન

ચીફ સિલેક્ટર અજિત આગરકરની વિદાય પછી ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર રવિચન્દ્રન અશ્વિનને લાગે છે કે હવે મોહમ્મદ શમી માટે પણ ટીમમાં સ્થાન મેળવવાનો યોગ્ય સમય છે. અજિત આગરકરના ગયા પછી સિલેક્શન કમિટીની પહેલી બેઠકથી જ જૂના જોગી ભુવનેશ્વર કુમારની T20 ટીમમાં વાપસી થઈ હતી. 
રવિચન્દ્રન અશ્વિન કહે છે, ‘ભલે અજિત આગરકરે યુવાનો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હોય પણ હવે ભારતીય ક્રિકેટ બોર્ડ અનુભવી ક્રિકેટરો પર આધાર રાખવાનું વિચારશે. હું એમ નહીં કહું કે મોહમ્મદ શમી માટે ટીમ ઇન્ડિયાના દરવાજા બંધ થઈ ગયા છે. મને ખૂબ આનંદ છે કે ભુવનેશ્વરે પોતાની પસંદગી માટે દરવાજો ખોલ્યો છે.’
ચૅમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ સમયે ભારત માટે છેલ્લી વખત રમનાર મોહમ્મદ શમી અને અજિત આગરકર વચ્ચે એક સમયે તનાવપૂર્ણ માહોલ હતો. સ્થાનિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવા છતાં મોહમ્મદ શમીને ધ્યાનમાં લેવામાં આવી રહ્યો નહોતો.

ravichandran ashwin mohammed shami ajit agarkar board of control for cricket in india indian cricket team sports news sports