30 November, 2025 03:00 PM IST | Siliguri | Gujarati Mid-day Correspondent
વર્લ્ડ કપ ચૅમ્પિયન રિચા ઘોષના ઘરે પહોંચી તેને સન્માનિત કરી બંગાળના BJPના નેતાઓએ
વન-ડે વિમેન્સ વર્લ્ડ કપ ચૅમ્પિયન બન્યાના એક મહિના બાદ પણ ભારતીય મહિલા ક્રિકેટર્સને દેશમાં જુદાં-જુદાં સ્થળોએ સન્માનિત કરવામાં આવી રહી છે. ગઈ કાલે પશ્ચિમ બંગાળના ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓએ યંગ વિકેટકીપર-બૅટર રિચા ઘોષના સિલિગુડીના ઘરે જઈને તેને સન્માનિત કરી હતી.
સુવેન્દુ અધિકારી અને રાજુ બિસ્તા સહિતના નેતાઓએ રિચાના ઘરે પહોંચીને તેને સ્મૃતિભેટ, ભગવદ્ગીતા અને એક ચોક્કસ રકમનો ચેક આપીને તેની સિદ્ધિને બિરદાવી હતી અને શુભેચ્છા આપી હતી. BJPના નેતા સહિત કાર્યકરોએ તેના ઘરે બેસીને તેની સાથે લાંબી વાતચીત કરીને તેને શાઇનિંગ સ્ટાર અને બંગાળનું ગૌરવ કહીને બિરદાવી હતી.