ચીફ સિલેક્ટર અજિત આગરકરનો કરાર વધુ એક વર્ષ માટે રિન્યુ થશે

20 April, 2026 03:23 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઑક્ટોબર ૨૦૨૩થી માર્ચ ૨૦૨૬ વચ્ચે તેની કમિટી દ્વારા પસંદ કરેલી ભારતીય ટીમ ચાર ICC ટ્રોફી જીતી હતી એટલે પહેલાંથી જ નક્કી હતું કે તેનો કરાર ચોથા વર્ષ માટે રિન્યુ કરવામાં આવશે.

અજિત આગરકર

ભારતનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અજિત આગરકર સિનિયર ટીમના સિલેક્શન કમિટીના અધ્યક્ષ તરીકે જળવાઈ રહેશે. અહેવાલો અનુસાર ભારતીય ક્રિકેટ બોર્ડે ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તેનો કરાર વધુ એક વર્ષ માટે રિન્યુ કરવાનો નિર્ણય લીધો છે. ઑક્ટોબર-નવેમ્બરમાં રમાનારા વર્લ્ડ કપ પહેલાં જૂન સુધી તેનો કાર્યકાળ ચાલુ રહી શકે છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અજિત આગરકરે એક્સટેન્શન માગ્યું નહોતું. કોઈ પણ સિલેક્ટર જુનિયર અથવા સિનિયર કમિટીમાં ચાર વર્ષ સુધી અને બન્ને કમિટીમાં કુલ પાંચ વર્ષ સુધી સેવા આપી શકે છે. ઑક્ટોબર ૨૦૨૩થી માર્ચ ૨૦૨૬ વચ્ચે તેની કમિટી દ્વારા પસંદ કરેલી ભારતીય ટીમ ચાર ICC ટ્રોફી જીતી હતી એટલે પહેલાંથી જ નક્કી હતું કે તેનો કરાર ચોથા વર્ષ માટે રિન્યુ કરવામાં આવશે.

ajit agarkar indian cricket team board of control for cricket in india cricket news sports news sports