13 January, 2025 08:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રભતેજ સિંહ ભાટિયા અને દેવજિત સૈકિયાને શુભેચ્છા આપતા BCCI પ્રમુખ રૉજર બિન્ની અને ઉપપ્રમુખ રાજીવ શુક્લા.
મુંબઈમાં ગઈ કાલે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના હેડ ક્વૉર્ટરમાં ખાસ સામાન્ય સભા (SGM)નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ICC ચૅરમૅન જય શાહ સહિતના મહાનુભવોની હાજરીમાં નવા સેક્રેટરી અને ટ્રેઝરરની જાહેરાત કરવામાં આવી હતી. આસામના દેવજિત સૈકિયા નવા સેક્રેટરી અને છત્તીસગઢના પ્રભતેજ સિંહ ભાટિયા નવા ટ્રેઝરર બન્યા છે. બન્ને બિનહરીફ ચૂંટાયા હતા એટલે મતદાનની જરૂર પડી નહોતી.
ગયા મહિને ICC ચૅરમૅન બન્યા પછી જય શાહને સેક્રેટરી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું, જ્યારે આશિષ શેલારે મહારાષ્ટ્ર સરકારમાં કૅબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા પછી BCCI ટ્રેઝરર પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ SGMમાં ICC ચૅરમૅન જય શાહનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.