12 November, 2025 01:24 PM IST | Sylhet | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બંગલાદેશ અને આયરલૅન્ડ વચ્ચે સિલહટમાં ગઈ કાલે બે ટેસ્ટ-મૅચની સિરીઝ શરૂ થઈ હતી. પહેલી ટેસ્ટ-મૅચમાં ટૉસ જીતીને આયરલૅન્ડે બૅટિંગ પસંદ કરી હતી. આયરલૅન્ડ માટે પૉલ સ્ટર્લિંગ અને કૅડ કાર્માઇકલે બીજી વિકેટની રેકૉર્ડ ૯૬ રનની ભાગીદારી કરી ટીમનો સ્કોર ૯૦ ઓવરમાં આઠ વિકેટે ૨૭૦ રન સુધી પહોંચાડ્યો હતો.