બંગલાદેશ-આયરલૅન્ડ પહેલી જ વાર રમશે બે મૅચની ટેસ્ટ-સિરીઝ

11 November, 2025 12:02 PM IST  |  Sylhet | Gujarati Mid-day Correspondent

બંગલાદેશમાં આયોજિત આ ટેસ્ટ-સિરીઝની દરેક દિવસની રમત સવારે ૯.૩૦ વાગ્ચે શરૂ થશે

ટેસ્ટ-સિરીઝની ટ્રોફી સાથે ટીમના કૅપ્ટન્સ

બંગલાદેશ અને આયરલૅન્ડ વચ્ચે આજથી બે મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થઈ રહી છે. બંગલાદેશમાં આયોજિત આ ટેસ્ટ-સિરીઝની દરેક દિવસની રમત સવારે ૯.૩૦ વાગ્ચે શરૂ થશે. બન્ને ટીમ વચ્ચે ૨૦૨૩ બાદ પહેલી વખત ઇન્ટરનૅશનલ સિરીઝ રમાશે.

બન્ને ટીમ સામસામે એકમાત્ર ટેસ્ટ-મૅચ એપ્રિલ ૨૦૨૩માં રમી હતી જેમાં બંગલાદેશે ૭ વિકેટે જીત મેળવી હતી. બન્ને દેશ વચ્ચે પહેલી વખત બે મૅચની ટેસ્ટ-સિરીઝ રમાશે.  

આયરલૅન્ડ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપનો ભાગ ન હોવાથી આ ટેસ્ટ-સિરીઝનાં રિઝલ્ટથી બંગલાદેશના પૉઇન્ટ ટેબલના આંકડાઓમાં કોઈ ફેરફાર થશે નહીં. બંગલાદેશ હજી સુધી એક હાર અને એક ડ્રૉ મૅચ સાથે પૉઇન્ટ ટેબલ પર ૧૬.૬૭ પૉઇન્ટની ટકાવારી સાથે સાતમા ક્રમે છે.

bangladesh ireland test cricket cricket news sports sports news