24 May, 2021 04:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૅચનો હીરો : મુશફિકુર રહીમ.
બંગલા દેશે પહેલી વન-ડેમાં શ્રીલંકાને ૩૩ રનથી હરાવીને સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી લીધી હતી. બંગલા દેશે પહેલાં બૅટિંગ કરતાં ૬ વિકેટે બનાવેલા ૨૫૭ રનના જવાબમાં શ્રીલંકાની ટીમ ૪૮.૧ ઓવરમાં ૨૨૪ રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી. મૅચ શરૂ થાય એ પહેલાં શનિવારે રાતે ટીમના બે ખેલાડીઓ કોરોના-પૉઝિટિવ આવ્યા હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જોકે ટૉસ ઉછાળવાની ૯૦ મિનિટ પહેલાં જ બન્નેનો રિપોર્ટ નેગેટિવ આવતાં મૅચ શક્ય બની હતી. ત્રીજો સપોર્ટ સ્ટાફ હતો જેને અગાઉ કોરોના થયો હતોતે એથી તેના પૉઝિટિવ રિપોર્ટને ડૉક્ટરે સામાન્ય ગણ્યો હતો. બીજી તરફ શ્રીલંકામાં પણ બંગલા દેશના બાયો-બબલમાં કઈ રીતે આ શક્ય બન્યું એની ટીકા થઈ હતી, પણ આખરે મૅચ શરૂ થઈ હતી.
મૅન ઑફ ધ મૅચ જાહેર થયેલા મુશફિકુર રહીમ (૮૪), મહમુદુલ્લાહ (૫૪) અને ઓપનર તમીમ ઇકબાલના (૫૨)ની મદદથી બંગલા દેશે ૨૫૭ રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ ૨૨૪ રનમાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી, જેમાં બોલર મહેંદી હસને ૩૦ રન આપીને ૪ વિકેટ લીધી હતી.