RCBના દરેક ચૅમ્પિયન સભ્યને ટૂ-વ્હીલર ચેતક C25 ગિફ્ટમાં મળ્યું

07 February, 2026 06:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટૂ-વ્હીલર અને થ્રી-વ્હીલર કંપની બજાજ ઑટો લિમિટેડે ગઈ કાલે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ની ચૅમ્પિયન ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) માટે એક મોટી જાહેરાત કરી હતી.

RCBના દરેક ચૅમ્પિયન સભ્યને ટૂ-વ્હીલર ચેતક C25 ગિફ્ટમાં મળ્યું

ટૂ-વ્હીલર અને થ્રી-વ્હીલર કંપની બજાજ ઑટો લિમિટેડે ગઈ કાલે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ની ચૅમ્પિયન ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) માટે એક મોટી જાહેરાત કરી હતી. ટાઇટલ વિજેતા ટીમના દરેક સભ્યને સમગ્ર સીઝન દરમ્યાન તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન અને લડાયક ભાવના રાખવા બદલ એક તદ્દન નવું ચેતક C25 ટૂ-વ્હીલર ભેટમાં આપવામાં આવ્યું છે. વર્તમાન સીઝનમાં આ કંપની RCBની ઑફિશ્યલ રાઇડ-પાર્ટનર પણ હતી.

bajaj royal challengers bangalore cricket news sports news sports womens premier league