બાબર આઝમ બન્યો પાકિસ્તાનનો મોસ્ટ વૅલ્યુએબલ ક્રિકેટર ઑફ ધ યર

03 January, 2021 03:45 PM IST  |  Lahore | Gujarati Mid-day Correspondent

બાબર આઝમ બન્યો પાકિસ્તાનનો મોસ્ટ વૅલ્યુએબલ ક્રિકેટર ઑફ ધ યર

બાબર આઝમ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ પીસીબી અવૉર્ડ્‍સ ૨૦૨૦ જાહેર કર્યા હતા જેમાં પાકિસ્તાનના કૅપ્ટન બાબર આઝમને મોસ્ટ વૅલ્યુએબલ ક્રિકેટર ઑફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૦માં બાબર સારા ફૉર્મમાં હતો. વન-ડે અને ટી૨૦માં તે અનુક્રમે ૧૧૦.૫ અને ૫૫.૨ની ઍવરેજથી રમ્યો હતો. બાબરે ૬૭.૬ની ઍવરેજથી ચાર ટેસ્ટ મૅચમાં ૩૩૮ રન બનાવ્યા હતા.

બાબર ઉપરાંત ઑલરાઉન્ડર આલિયા રિયાઝ વિમેન્સ ક્રિકેટર ઑફ ધ યર તરીકે, જ્યારે ફાતિમા સનાને વિમેન્સ ઇમર્જિંગ ક્રિકેટર ઑફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી હતી. આઠ ટેસ્ટ મૅચમાં ૨૦ વિકેટ લીધી હોવાને લીધે નસીમ શાહને મેન્સ ઇમર્જિંગ ક્રિકેટર ઑફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

sports sports news cricket news pakistan