આજે મુંબઈમાં ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગની ત્રીજી સીઝનનું ઑક્શન યોજાશે

09 December, 2025 12:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આગામી ૮ ટીમની ટુર્નામેન્ટ આવતા વર્ષે ૯ જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી દરમ્યાન સુરતના લાલભાઈ કૉન્ટ્રૅક્ટર સ્ટેડિયમ ખાતે યોજાવાની છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં આજે ભારતની પ્રથમ ટેનિસ-બૉલ T10 ટુર્નામેન્ટ ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ની ત્રીજી સીઝન માટે સાંજે ૪ વાગ્યાથી ઑક્શન યોજાશે. ૪૦૮ જેટલા પ્લેયર્સના લિસ્ટમાંથી ૬ ટીમ પોતાના વધારેમાં વધારે ૧૮ સભ્યોની સ્ક્વૉડ તૈયાર કરશે. આગામી ૮ ટીમની ટુર્નામેન્ટ આવતા વર્ષે ૯ જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી દરમ્યાન સુરતના લાલભાઈ કૉન્ટ્રૅક્ટર સ્ટેડિયમ ખાતે યોજાવાની છે.

આ સીઝનમાં બે નવી ફ્રૅન્ચાઇઝી ઉમેરવામાં આવી છે જેમાં સલમાન ખાનની દિલ્હી સુપરહીરોઝ અને અજય દેવગનની અમદાવાદ લાયન્સનો સમાવેશ થાય છે. ઑક્શનમાં અમિતાભ બચ્ચનની માઝી મુંબઈ, સૈફ અલી ખાન અને કરીના કપૂરની ટાઇગર્સ ઑફ કોલકાતા, અક્ષય કુમારની  શ્રીનગર કે વીર, તામિલ ઍક્ટર સૂર્યાની ચેન્નઈ સિંઘમ્સ, હૃતિક રોશનની બેન્ગલુરુ સ્ટ્રાઇકર્સ અને રામચરણની ફાલ્કન રાઇઝર્સ હૈદરાબાદ પણ પોતાની સ્ક્વૉડને મજબૂત કરવા ઊતરશે. 

cricket news sports sports news mumbai