15 September, 2025 08:39 AM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent
UAEનો કૅપ્ટન મુહમ્મદ વસિમ અને ઓમાનનો કૅપ્ટન જતિન્દર સિંહ
T20 એશિયા કપ 2025ની પ્રથમ અને એકમાત્ર ડે-નાઇટ મૅચ આજે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) અને ઓમાન વચ્ચે અબુ ધાબીમાં રમાશે. ટુર્નામેન્ટની પહેલી મૅચમાં કામચલાઉ યજમાન UAEને ભારત અને ઓમાનને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જેથી ગ્રુપ-Aની બન્ને ટીમ આજે પહેલી જીત મેળવી ટુર્નામેન્ટની રેસમાં જળવાઈ રહેવાનો પ્રયાસ કરશે.
બન્ને ટીમ વચ્ચે નવેમ્બર ૨૦૧૫થી ડિસેમ્બર ૨૦૨૪ વચ્ચે નવ T20 મૅચ રમાઈ છે જેમાંથી UAE પાંચ અને ઓમાન ચાર મૅચ જીત્યું છે. UAE પાસે આ હરીફ સામે T20 ફૉર્મેટમાં હૅટ-ટ્રિક જીતની તક રહેશે, જ્યારે નવોદિત ઓમાન આ ટુર્નામેન્ટના ઇતિહાસની પોતાની પહેલવહેલી જીત નોંધાવવાનો પ્રયાસ કરશે. આ મૅચમાં ભારત-પાકિસ્તાની મૂળના પ્લેયર્સની હાજરી વધુ જોવા મળશે.
ભારતીય સમય અનુસાર સાંજે ૫.૩૦ વાગ્યે શરૂ થશે આ મૅચ.