આજે કમબૅક ન કર્યું તો બૅક-ટુ-હોમની તૈયારી કરવી પડશે

23 September, 2025 08:58 AM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Correspondent

શ્રીલંકા અને પાકિસ્તાન ત્રણ વર્ષ બાદ T20 ફૉર્મેટમાં ટકરાશે

ચરિથ અસલંકા, સલમાન આગા

T20 એશિયા કપ 2025ના સુપર ફોર રાઉન્ડની શરૂઆતના પરાજયનો સામનો કરનાર શ્રીલંકા અને પાકિસ્તાન આજે વાપસી માટે ઉત્સુક હશે. શ્રીલંકાને ચાર વિકેટે બંગલાદેશ સામે અને પાકિસ્તાનને ૬ વિકેટે ભારત સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જે ટીમ આજે જીત મેળવશે એ જ ટુર્નામેન્ટમાં કમબૅક કરી શકશે, જ્યારે હારનારી ટીમને બૅક-ટુ-હોમની તૈયારી કરવી પડશે. આ રાઉન્ડમાં દરેક ટીમ સામે ત્રણ મૅચમાં બેસ્ટ પ્રદર્શન કરીને ટૉપ-ટૂમાં રહેવાનો પડકાર છે.

બન્ને ટીમ વચ્ચે રમાયેલી ૨૩માંથી ૧૩ મૅચ પાકિસ્તાન અને ૧૦ મૅચ શ્રીલંકા જીત્યું છે. આજે અબુ ધાબીમાં બન્ને ટીમ T20 ફૉર્મેટમાં ત્રણ વર્ષ બાદ ટકરાશે. છેલ્લે બન્ને ટીમ વચ્ચે સપ્ટેમ્બર ૨૦૨૨માં દુબઈમાં T20 એશિયા કપ ફાઇનલ મૅચ રમાઈ હતી જેમાં શ્રીલંકાએ ૨૩ રને બાજી મારી હતી. T20 એશિયા કપમાં બન્ને ટીમ વચ્ચે ત્રણ મૅચ રમાઈ છે જેમાં શ્રીલંકા બે અને પાકિસ્તાન એક મૅચ જીત્યું છે.

સુપર ફોર રાઉન્ડનું પૉઇન્ટ ટેબલ

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

નેટ રનરેટ

ભારત

+૦.૬૮૯

બંગલાદેશ

+૦.૧૨૧

શ્રીલંકા

-૦.૧૨૧

પાકિસ્તાન

-૦.૬૮૯

t20 asia cup 2025 asia cup pakistan sri lanka cricket news sports sports news