12 September, 2025 10:13 AM IST | Abu Dhabi | Dr. Vivek Rege
પાકિસ્તાનનો કૅપ્ટન સલમાન અલી આગા, ઓમાનનો કૅપ્ટન જતિન્દર સિંહ
T20 એશિયા કપ 2025માં આજે દુબઈમાં પાકિસ્તાન અને ઓમાનની ટીમ પોતાના અભિયાનની શરૂઆત કરશે. બન્ને ટીમ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં કોઈ પણ ફૉર્મેટમાં સામસામે રમી નથી એથી આ તેમની વચ્ચે પહેલવહેલી ટક્કર હશે. ઓમાન આ ફૉર્મેટમાં ૯૮માંથી ૪૪ મૅચ જીત્યું છે જ્યારે પાકિસ્તાન ૨૭૧ મૅચમાં ૧૫૫ જીત સાથે ભારત (૨૪૮ મૅચમાં ૧૬૫ જીત) પછી સૌથી સફળ ટીમ છે.
૧૪ સપ્ટેમ્બરની ભારત સામેની હાઈ-વૉલ્ટેજ મૅચ પહેલાં સલમાન અલી આગાની ટીમ માટે આ મૅચ વૉર્મ-અપ બની રહેશે. પહેલી વખત એશિયા કપ રમવા ઊતરનાર ઓમાન ટીમનો ૩૬ વર્ષનો કૅપ્ટન જતિન્દર સિંહ ભારતના પંજાબમાં જન્મ્યો હતો. ૨૦૧૫થી ઓમાન તરફથી રમનાર જતિન્દર સિંહ આ ટીમનાં બન્ને ફૉર્મેટનો હાઇએસ્ટ રન સ્કોરર છે.